________________
સંપાદકીય પુરવચન]
[૩૮૯ નવપદના મહાન આરાધક મહારાજા શ્રીપાલને જન્મ પણ આ ચંપાનગરીમાં જ થયે હતે. કર્મવશ કઢી બનેલા શ્રીપાલના લગ્ન સતી મયણાસુંદરી સાથે થવાથી અને સિદ્ધ ચક્રમંત્રની આરાધનાના પ્રભાવથી તેને કેઢ રેગ દૂર થયે અને મહાન ઋદ્ધિસમૃદ્ધિના જોક્તા બનવા સાથે બીજી આઠ રાજકુંવરીઓ સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છેવટે પિતાના કાકા અજિતસેનને હરાવી પુનઃ ચંપાનું રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. શ્રીપાલને રાસ પ્રતિવર્ષ આસે અને ચૈત્રમાસની ઓળીમાં ભાવપૂર્વક વંચાય છે.
આમ અનેક ઐતિહાસિક પ્રસિદ્ધ ઘટનાઓને લઈને આ ચંપાનગરી એક વખત વૈભવના ચરમ શિખરે હાલતી હતી. તેની પવિત્રતા અને મહત્તાના ગુણગાન ઐતિહાસિકેએ પેટ ભરીને કર્યા છે. જૈન આગમમાં પણ તેનો ઉલ્લેખ અનેક સ્થળેએ કરવામાં આવ્યું છે.