________________
૩૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જ્ઞાન વિજ્ઞાન હોવા છતાં પણ સંસ્કારની વિચિત્રતા ત્યાજ્ય હોય છે.
પાપ તથા પુણ્યના ભેદો જાણવા છતાં પણ પડેલા સંસ્કાર અમીટ હેાય છે.
આશ્રવ સંવરના ભેદોને આંગળીના ટેરવે ગણાવવા છતાં પણ ખાવામાં, પીવામાં, બોલવામાં પડેલી ટેવ છોડવી અતિ મુશ્કેલ છે તે માટે બાહ્ય જીવન સુન્દર દેખાવા છતાં પણ આન્તર જીવન કિલષ્ટ હોઈ શકે છે. અને બાહ્ય જીવન ખરાબ દેખાવા છતાં પણ માણસને સ્વભાવ, સરળ, પવિત્ર અને અહિંસક પણ હોય છે આ અને આના જેવા હજારે કારણેને લઈને પરિણામોની વિચિત્રતા અનુભવગમ્ય છે.
ચેથા શતકનું સમાપ્તિ વચન
જગત્માન્ય, વિદ્વતપૂજ્ય, દીર્ધદ્રષ્ટા, સ્યાદ્વાદનયનયનધારક, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અપ્રતિમ લેખક, પ્રબંધકુશળ, નિભીક વકતા, સિંધાદિ દેશ અહિંસા ધર્મના પ્રબલ પ્રચારક પૂજ્ય ગુરૂદેવ શ્રી ૧૦૦૮ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજે પિતાના સ્વાધ્યાય માટે ભગવતી સૂત્રના છ શતક સુધીનું વિવરણ લખ્યું હતું. તેને મઠારીને–વધારીને પ્રત્યેક પ્રશ્નોનું વિસ્તારથી
સ્પષ્ટીકરણ કરીને આ પુસ્તક તેમના શિષ્ય ન્યાય-વ્યાકરણ કાવ્યતીર્થ, પંન્યાસપદ વિભૂષિત મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજ્યજી (કુમાર શમણે) એ તૈયાર કર્યું છે.
સર્વે સુવિઃ સન્તા