________________
શતકઃ પાંચમું. શતક પાંચમાનું સંપાદકીય પુરવચન ચંપાનગરી
આ શતકને પહેલો અને દશમો ઉદેશે ચંપાનગરીમાં કહેવાય છે. આ ઐતિહાસિક નગરીની મહત્તા શાને આભારી છે, તે આપણે જોઈએ.
આ નગરી અંગદેશની રાજધાની છે. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણકે અહિં થયા છે.
અતિશય પુણ્યવંત તીર્થંકર પરમાત્માને જ્યારે જન્મ થાય છે, ત્યારે ઈન્દ્રનું આસન કંપાયમાન થાય છે. તેથી ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકે છે અને તીર્થકર ભગવાનને જન્મ થયાનું જાણું બધા ઈન્દ્રો અને દેવે ત્યાં આવે છે અને ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ જન્માભિષેક કરે છે. આવી રીતે પાંચે કલ્યાણકે ઈન્દ્રો તથા દેવોથી ઉજવાય છે. માટે કલ્યાણક કહેવાય છે. કેવળજ્ઞાનના માલિક થતાં જ તીર્થકર નામ કમને ઉદય થાય છે અને દેવ દ્વારા રચિત સમવસરણમાં બિરાજમાન થઈને તીર્થંકર પરમાત્માઉત્કૃષ્ટતમ ભાવદયાના કારણે તથા ભાષા વગણાના પુદ્ગલોને ખપાવવાનાશ કરવા અર્થે પણ દેશના આપે છે.
विमल स्वामिनो वाचः कतकक्षोदसोदरा, । जयन्ति त्रिजगच्चेतो जलनैर्मल्यकारणम् ॥
૨૫