________________
૩૭૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ બને છે કે, સામે વાલાને આપણે પોતે જ શત્રુ સમજીને બેઠા હોઈએ છીએ. અથવા તો આપણું મનની નબળાઈના કારણે સામાને શત્રુ માનવામાં ઉતાવળ કરી બેસીએ છીએ અને વૈરકર્મમાં બંધાઈ જઈએ છીએ. સુંદર સ્ત્રીને ફેસલા વવા માટેના ઘણા પ્રયત્ન ઉભા કરીને આપણેજ આપણી જાતને બાંધી લઈએ છીએ, અને નાયક-નાયિકાના ખ્યાલાતેમાં આપણું મન જ અજ્ઞાનના નશામાં ભાનભૂલી પિતાના સ્વરૂપને વિસરી જાય છે. આવી રીતે ભવભવાન્તર માટે પુરુષાર્થ કરનારે માણસ આવનારા તે તે ભને પ્રાપ્ત કરવા માટે તે તે ભવનું આયુષ્ય કર્મ બાંધશે. અને બેડી જેવું આ કમ જીવમાત્રને તે તે સ્થાને લઈ જશે.
હવે આ સ્થિતિમાં વ્યવહારની ભાષા શું કહે છે? તે જોઈએ. ગમે તે ક્ષેત્રને મનુષ્ય પોતે ઉપાર્જન કરેલાં કર્મોને લઈને પિતાને અવતાર પૂરો કર્યા પછી મરીને નરક,તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જશે અને તિર્યંચ જીવ ચાહે ચારપગે, બેપગે, આકાશમાં ઉડનારે, પેટે ચાલનારે, પાણીમાં રહે નારે હોય તે એ મરીને ચારે ગતિમાં જઈ શકશે.
જ્યારે નરકગતિને જીવ પાછો તત્કાળ નરકગતિ અને દેવગતિ મેળવી શકે તેમ નથી. તેવી જ રીતે દેવગતિને જીવ પાછે તત્કાલ દેવગતિ અને નરકગતિને મેળવી શકે તેમ નથી. કારણકે નરકના જીવને તત્કાલ નરકગતિમાં ઉત્પન્ન થવા માટેની ગ્યતા નથી. તેમ જ સત્કર્મોના અભાવમાં દેવગતિ પણ મેળવી શકે તેમ નથી. તેજ રીતે દેવગતિના જીવને તત્કાલ દેવગતિ મેળવવા માટેના સત્કર્મો અને નરગતિને મેળવવા માટેના અસત્કર્મો નહી–હેવાના કારણે આ બંને