________________
૩૭૨]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આરંભ અને પરિગ્રહમાં મસ્ત રહેવું, સત્રમાં અતિચાર લગાડવા, નીલ તથા કાપતલેશ્યા, ત્યાગવા ગ્ય વસ્તુને ત્યાગ ન કરે, વગેરે કારણે તિર્યંચ અવતારને પ્રાપ્ત કરાવનાર છે.
મનુષ્યગતિ – પરિગ્રહ આરંભની અલ્પતા, સહજ મૃદુતા અને સરળતા, કાપત તથા પીત વેશ્યા, ધર્મધ્યાનમાં આસકિત, કષાને મન્દ રાખવાના ભાવ, મધ્યમ પરિણામ મેળવેલી વસ્તુને ત્યાગ, દેવ-ગુરુનું પૂજન, સૌની સાથે પ્રિય બેલારે, બીજાના સુખને માટે તત્પર, જીવન વ્યવહારમાં તટસ્થતા વગેરે સત્કર્મોને લઈને મનુષ્ય ભવ પ્રાપ્ત થાય છે.
દેવગતિ –સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા, કલ્યાણકારી મિત્ર સંબંધ ધર્મ સાંભળવાની ઈચ્છા,સત્પાત્રમાં દાન, તપકર્મ પ્રત્યે શ્રદ્ધા, મૃત્યુ સમયે પદ્મ અને પીત લેશ્યા, બાળતપ, વગેરે કર્મો દેવગતિને અપાવે છે.
આવા પ્રકારના શુભાશુભ કર્મોમાં જીવન પૂરૂં કરનાર વ્યક્તિ બીજા છે સાથે પોતે જ બંધનમાં આવે છે.
જેમકે બીજાને મારનાર–ધમકાવનાર વ્યકિત મરનાર જીવ સાથે વેરથી બંધાય છે.
સ્વસ્ત્રીને ત્યાગ કરીને, પરસ્ત્રીને ઈચ્છુક માણસ પરસ્ત્રી તથા તેના સગાઓ સાથે રાગ તથા વૈરથી બંધાય છે.
જૂઠ બોલનાર કે જૂઠી સાક્ષી આપનારે સામેવાળાને શત્રુ બને છે. જ્યારે–દાન, પુણ્ય, તીર્થયાત્રા, સંયમ તથા અહિંસાદિ ધર્મને સેવનાર સામેવાળા ઘણા જી સાથે