________________
૩૬૮]
(ભગવતીસૂત્ર સારસંગ્રહ આયુષ્ય કર્મને બેડીની ઉપમા આપી છે તેની યથાર્થતા આ પ્રમાણે છે-જેમ જેલમાં રહેલા અપરાધીને એક સ્થાનથી બીજે સ્થાને લઈ જવા માટે તેના હાથ પગમાં બેડી નાખવી પડે છે. તેવી રીતે આ ચાલું ભવની આયુષ્યકર્મની બેડી તૂટતાં જ આવતા ભવની બેડી તેના હાથમાં પડી જાય છે. ડયુટી ઉપર આવનારા ફેજદારને અપરાધીને પૂરેપૂરે ચાર્જ સેંગ્યા પછી જ પહેલને ફોજદાર છૂટો થાય છે. આ પ્રમાણે બેડીની જેમ આયુષ્યકર્મને માટે પણ સમજવું.
ઘણી જાતના શસ્ત્રોને રાખનાર અપરાધી ગમે તે શક્તિ શાલી હશે? તાએ સૈનિકે દ્વારા તે જ્યારે પકડાય છે, અને આખું શરીર જ્યારે બેડીઓમાં સપડાઈ જાય છે, અથવા સૈનિકના જબરદસ્ત શસ્ત્રોને જોઈને અપરાધી જ્યારે હતાશ બને છે, તે સમયે સશકત અપરાધીની એક પણ તાકાત પોતાના બચાવને માટે કામ આવતી નથી તેવી જ રીતે ભવભવાન રથી ઉપાર્જના કરેલા કર્મોને લઈને આ જીવાત્મા કર્મરાજાની બેડીમાં એવી રીતે સપડાઈ ગયેલ છે કે, રાગ-દ્વેષની માયાને લઈને તે સર્વથા પરવશ બની જાય છે. - આપણુથી ઘણું જ મેટા બલવાન શત્રુને આપણે આ ભવમાં મારવા સમર્થ બનતા નથી. તે પણ તેને મારવા માટેની કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા. આપ ણને તેવી રીતે શ્રેષની માયામાં સપડાવી દે છે. જેથી આપણે આત્મા છેવટે નિરૂપાયે પણ એ સંકલ્પ કરે છે કે, “આ ભવે નહીં તે આવતા ભવે પણ તારે બદલો લીધા વિના નહીં રહે.”