________________
શતક૩ઃ સંપાદકનું પૂરવચન]
[ ૨૧૧ (૩૬) અપુનરાવૃત્તિ-કર્મબીજ સર્વથા બલી જવાના કારણે જેમણે ફરીથી સંસારમાં અવતાર ધારણ કરવાને નથી. તે પછી અરિહંત ભગવાનને પુનઃ પુનઃ જન્મ ધારણ કરવાની વાત જ સંભવી શકે તેમ નથી. આવા દેવાધિદેવ ભગવાન સિદ્ધિ ગતિના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. ક્ષીણકમી જીવોનું સ્થાન લોકાકાશના અગ્રભાગે હેાય છે. અને ધર્માસ્તિકાયાદિ પદાર્થોનું ત્યાં જ અવસાન છે. માટે તે સ્થાનને છોડીને આગળ જઈ શક્તા નથી. તેમજ કર્મબીજ નષ્ટ થયેલું હોવાથી ફરીથી સંસારમાં અવતાર લેવાને માટે કંઈ પણ પ્રયોજન નથી. ભકતોને આશીર્વાદ અને દુષ્ટોને દંડ દેવાની વૃત્તિ (ઈચ્છા) મેહકર્મને લઈને હોય છે. જ્યારે દેવાધિદેવ પરમાત્માનાં મેહકર્મના મૂળીયા મૂળમાંથી જ ઉખડી ગયા છે. આવા ભગવાન મહાવીર સ્વામી ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરીને સાડા બાર વર્ષ સુધીની અખંડ ઉગ્ર, મહાઉગ્ર તપશ્ચર્યાએ આદરી, ચાર ઘાતકર્મ(જ્ઞાનવરણય દર્શનાવરની–મોહનીય–અને અંતરાય) નાશ પામ્યા પછી કેવળજ્ઞાનના માલિક બનીને. સમવસરણમાં બિરાજમાન થઈ સૌ જીવેને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે. તથા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. તેમનાં સંઘમાં ૧૪ હજાર શ્રમણ ૩૬ હજાર શ્રમણિઓની સંખ્યા છે. તે ચતુવિધ સંઘ સાથે જેમાં કડોની સંખ્યામાં દેવે છે. દાનવે છે; નાગકુમારે છે, અસુરે છે, તેમના ઈન્દ્રો છે, ઈન્દ્રાણિઓ છે, દેવિઓ છે, રાજા મહારાજાઓ છે, રાણુ–મહારાણિઓ છે. શેઠ શાહુકારે છે ઈત્યાદિક અગણિત માનવ સમુદાય સાથે ભગવાન એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતાં એક સમયે કા નગરીના નન્દન નામનાં ત્યમાં પધારે છે.