________________
૩૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ શુભ પગલે એટલે મનગમતા પુદ્ગલમાં રાગની પરિણતિ. અને અશુભ એટલે અણગમતા પુદ્ગલોમાં શ્રેષતિરસ્કાર=ધિક્કારની પ્રવૃત્તિ. આ બંને પરિણતિઓના સમયે સામ્ય પરિણતિ કેળવવી જોઈએ.
મનગમતા શબ્દ, રૂપ, ગન્ધ, રસ અને સ્પર્શના ભેગવટામાં આપણે આત્મા રાગાધીન બનીને તે તે પુદ્ગલેની માયાના ચક્રમાં બેભાન થઈને સદ્દવિવેકને દેશવટો આપે છે અને અહંકારના ભારથી દબાઈને કર્તવ્ય મૂઢ બન્યું છે.
અણગમતા શબ્દ, રસ, ગન્ય અને સ્પર્શમાં આ આત્માએ Àષવશ થઈને ઘણાઓની સાથે વૈર કર્મ બાંધ્યાં અને તેના કડવા ફળો દુર્ગતિમાં ભેગવવા પડયા છતાં હજુ સુધી પણ પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થતી રાગ અને દ્વેષની પરિણતિને બદલવા માટેની ટ્રેનિંગ લઈ શકયા નથી. બસ એજ આપણું, આપણા જીવનની અને આપણા ભણતરની કરૂણતા છે. ભાગવતીસૂત્રના પ્રશ્નોત્તર સ્પષ્ટ છે કે, શ્રોત્રેન્દ્રિયના વિષય સંબંધી પુગલ પરિણામ શુભ કે અશુભરૂપે થાય છે. તેજ પ્રમાણે ચક્ષુરિન્દ્રિય પણ સારારૂપનું અને નઠારા રૂપનું ગ્રહણ કરે છે. ધ્રાણેન્દ્રિય પણ સુગંધ અને દુર્ગધના પુદ્ગલોને ગ્રહે છે. રસનેન્દ્રિય પણ સારા રસનું અને ખરાબ રસનું ગ્રહણ કરે છે. સ્પશે ઈન્દ્રિય પણ સારા સ્પર્શનું અને નઠારા સ્પર્શનું પરિણામ રહે છે.
સૂત્રને ગૂઢાર્થ સ્પષ્ટ છતાં ચાલ્યાનો વિરોષ “pfત્તિ આ ન્યાયને અનુસારે પ્રત્યેક માનવના જીવન સાથે સ્પર્શ કરતે આ વિષય હેવાના કારણે જરા વધારે વિચારિએ.