________________
શતક–૩ નું ઉદ્દેશક-ક] * આત્મા વડે જ આત્મા જેવો અર્થાત્ પિતાનું આમાની__ નબળી કડીએને, તથા દૂષણેને તેમજ રાગ-દ્વેષાત્મક જીવનને આત્મા વડે જેવું, અનુભવવું અને તેના ત્યાગમાં જ પ્રયત્ન કરે તે પણ સમ્યફ ચારિત્ર છે.
પરંતુ આત્મા જ્યારે પિતાનું ભાન ભૂલે છે ત્યારે રાગ દ્વિષને પિષતે જાય છે.
દ્રવ્ય અને પર્યાની શક્તિઓનું વિશ્લેષીકરણ કરવાની શકિત જ્યાં સુધી આત્મા કેળવતા નથી ત્યાં સુધી રાગદ્વેષમાંથી બહાર આવવાની શકયતા નથી, ત્યારે જ અશુભ સ્પર્શ, રસ, ગન્ધ, વર્ણ અને શબ્દને સ્પર્શ કરતાં, સ્વાદ લેતાં, સંઘતાં, જેમાં અને સાંભળતા જ મનજીભાઈને ૧૦૮ ડીગ્રીને પારો ઉંચો ચઢી જાય છે.
ગટરનું પાણી દુર્ગન્ધ મારતું હોય છે ત્યારે તે જોતાં જ આપણું મન-વચન તથા કાયામાં ચંચલતા આવતા વાર લાગતી નથી. “ચંચલતા અસંયમ છે. અને સ્થિરતા ચારિત્ર છે.” આમ સમજવા છતાં પણ ગટરના પાણીની દુર્ગપતાને જેઈને નાકે રૂમાલ મૂક પડે છે. પણ આપણે પોતે આવી દુધીમાં કેટલીયેવાર જમ્યા. આટયા, અને આવા પદાર્થો ખાધા છે, સૂયા છે, સ્પર્યા છે અને જોયા છે. છતાં પણ સંસારમાં આવા ગન્ધાતા પુદ્ગલ કેઈ કાળે પણ નાશ પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહી, ત્યારે આપણા શુભ કે અશુભ કર્મોને લઈને મળતા શુભાશુભ પુદ્ગલમાં આણે કેવી રીતે રહેવું? આવું શિક્ષણ જ આધ્યાત્મિક શિક્ષણ છે.