________________
શતક– ૩જું ઉદ્દેશક–૧૦ ]
[૩૫૫ કપડા સીવવા માટે દરજી, દેવા માટે ધોબી, દાઢી માટે નાઈ, વિદ્યા મેળવવા માટે બ્રાહ્મણ અને જાનમાલની રક્ષા માટે રજપુત જોઈશે. કેઈને પણ કોઈના વિના ચાલી શકે તેમ નથી. આ સર્વથા સત્ય હકીકત જે સર્વથા ઉપાદેય છે. આ સીધું સાદું અમૂલ્ય માનવીય તત્ત્વ જે જીવનમાં ન ઉતર્યું તે આપણે એક બીજાના કટ્ટર દુશ્મન બનીને એક બીજાના નાશને માટેજ બનીશું, અને જે આમ બન્યું તે આપણા જીવનમાં રાક્ષસીય ગુણ સિવાય બીજું કંઈ પણ શેષ રહેવાનું નથી. માતાના ત્રણ ગુણ
ધર્મ તથા શાસ્ત્રના ઉંડા તત્ત્વમાં ઉતર્યા વિના આપણું પિતાના આધ્યાત્મિક જીવનના પ્રારંભકાળે જ આપણે પુરુષે આપણા હૈયાના મંદિરમાં માતૃસ્વરૂપા સ્ત્રીની તસ્વીર લટકાવવી જોઈતી હતી, તે જ આપણા જીવનમાં પણ પ્રારંભકાળથી ત્રણ ગુણો આવી શકયા હોત!
૧. જીવમાત્ર ઉપર દયાભાવ રાખવાની ઉદાત્તભાવના. - ૨. જીવમાત્રને રોજી અને રોટલી આપવાની પવિત્ર
ભાવના. ૩. બધાએ જીવોના અપરાધોને માફ કરવાની પવિત્ર
ભાવના.. આ ત્રણે ગુણે માનવતાની સીમારેખા જેવા છે, જેની પ્રાપ્તિ રાક્ષસ, દાનવ, અને અસુરવૃત્તિના માલિકને હેતી નથી. માટે જ રાક્ષસ, દાનવ, અને અસુર આખાએ સંસારને હાડવૈરી છે. જ્યારે આ ત્રણેગુણે માવડી (MOTHER) માં હોય છે. ગમે તેવા પુત્ર ઉપર દયા કરવાવાલી માતા હોય છે.