________________
શતક–૩ નું ઉદ્દેશક-૧૦]
[૩૫૯ અવળે રસ્તે ચઢી ગયા અને માનવ માત્રના શત્રુ બન્યા તેઓની સાથે સ્વાથી સંબંધથી જોડાયા. આપણે સૌએ ભેગા મળીને સંસારને હિંસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહની બક્ષીસ આપીને કહે ઝેર જે બનાવ્યું.
આ બધા માયા ચકથી બહાર આવવાને માટે સ્ત્રીશક્તિનું બહુમાન જ આપણું આખ્તર જીવનને માટે અદ્વિતીય શક્તિ છે. (પાવર છે), અને આધ્યાત્મિક જીવન માટેનું પ્રસ્થાન છે. આ કારણથી આપણા હૈયાના મંદિરમાં સૌથી પહેલા માતાની તસ્વીર જ સ્થાપવી વધારે આવશ્યક ઉપયુકત છે.
આ પ્રમાણે હકીકત ખ્યાલમાં રાખીને “સ્ત્રીઓ પણ બહુમાનનીય છે” આ ભાવનાને વશ થઈને જ ઈન્દ્ર મહારાજાએ જે સમ્યકૂવી હોય છે અને નિકટ ભવિષ્યમાં મેક્ષમાં જવાવાળા હોય છે તેઓ પોતાની સભાઓમાં દેવીએને બહુમાનપૂર્વક સભાસદનું પદ આપે છે. દેવો પણ જ્યારે સ્ત્રીશક્તિની આવી પ્રતિષ્ઠા કરે છે ત્યારે માનવની એ ફરજ છે કે “મર્દીનનાં ચેન નરઃ સ ન્યા' એ ન્યાયે સ્ત્રી જાતિનું બહુમાન કરવું, એમાં જ તેમનું હિત સમાયેલું છે. આનાથી સામાજિક દૂષણે ટળશે. વ્યકિતગત જીવન સશક્ત બનશે. ધાર્મિક મર્યાદાઓની પવિત્રતા સચવાશે અને આપણું આખ્તર જીવન ઉચ્ચ બનવા સાથે વ્રત, નિયમ અને પચ્ચક્ખાણ નિર્દભ બનશે.
દશ ઉદ્દેશાઓ સાથે ત્રીજું શતક સંપન્ન થયું.