________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ જન્મે છે, ચવે છે અને સંસારના સુખને ભગવે છે, ખાય છે, પીએ છે અને મોજ-મઝા માણે છે. હરે છે, ફરે છે અને જુદી જુદી કીડાઓ કરે છે. મૃત્યુ પાસે આવતા આકન્દન કરે છે, તથા દુઃખી પણ થાય છે. વિષયવાસનામાં તથા વૈરાગ્ય રસમાં મસ્ત રહે છે. મનુષ્ય લાકમાં જેમ રાજા, પ્રધાનમંત્રી, કેટવાલ, ફેજદાર, સેનાપતિ તથા સૈનિક અને નગરશેઠ હોય છે, તેવી રીતે દેવલોકમાં પણ હોય છે. આ વાતનું ખૂબ લંબાણથી સ્પષ્ટીકરણ જૈન-આગમાં છે ચઘપિ દેવકમાં ચેરી કરનારા, લુંટફાટ કરનારા અપરા ધિઓ નથી હતા, તે પણ પુણ્યકર્મની સત્તા વિદ્યમાન હેવાના કારણે પુણ્યના–સામ્રાજયને સૂચવનારા, પ્રત્યેક વિમાનમાં દેવે ૧૦ પ્રકારના હોય છે. તે આ પ્રમાણે ઈન્દ્રની અગાધ શકિત
(૧) ઈન્દ્ર–એટલે દેવગતિ નામકર્મના ઉદયને લઈને પિતાના વિમાનવાસી દેવે ઉપર જે આધિપત્ય ભેગવે છે તે ઈન્દ્ર કહેવાય છે. આ ઈન્દ્ર મહારાજની શક્તિ કેટલી હોય છે? તેને ઉત્તર શાસ્ત્રોમાં આ પ્રમાણે છે.
૧૦ પુરુષના જેટલી શક્તિ ૧ બળદમાં હોય છે. ૧૦ બળદ બરાબર ૧ ઘોડે, ૧૨ ઘોડા બરાબર ૧ પાડે, ૧૫ પાડા બરાબર ૧૦ હાથી. ૫૦૦ હાથી બરાબર ૧ સિંહ. ૨૦૦૦ સિંહ બરાબર ૧ અષ્ટાપદ. ૧૦ અષ્ટાપદ બરાબર ૧ બલદેવ. ૨ બલદેવ બરાબર ૧ વાસુદેવ ૨ વાસુદેવ બરાબર ૧ ચક્રવર્તી.
આ ચક્રવતી મહાધિરાજ પાસે નીચે પ્રમાણે વૈભવ, સત્તા અને સૌન્ય હોય છે. આ પ્રમાણે –