________________
શતક-૩ નું ઉદ્દેશક-૧૦]
[ ૩૫૧ મહારાજ પિતાનું પ્રયોજન કહી બતાવે છે. તેને અર્થ એ થયો કે આ સભા મોટાઈને પામેલી હોવાથી ગૌરવને ચગ્ય છે. વડીલને પણ આ સભાનું ગૌરવ માન્ય છે. વચલી સભા ઉપરી બેલાવે કે ન લાવે તે પણ આવે છે. કેમ કે આ સભામાં મેટાઈ એટલે ગૌરવ ઓછો છે. આમાં ઉપલી આભ્યન્તર સભામાં જે વાર્તાલાપ થયેલ હોય છે તે જણાવે
છે. અને ઠરાવ નક્કી કરાવે છે. - જ્યારે બાહ્ય સભા તો સાધારણ હોવાથી બોલાવ્યા વિના પણ આવે છે. આપણે એટલું જાણી શકીએ છીએ કે આ ત્રણે સભા એકબીજાની પૂરક છે અને પરસ્પર એકબીજાનું માન રાખીને ઈન્દ્રલેકનું ગૌરવ સાચવે છે.
હવે કંઈ સભામાં કેટલા સભાસદે છે, અને તેમાં પણ દેવ કેટલા? આ વાત જીવાભિગમ સૂત્રને અનુસારે લખાય છે.
પહેલી સભાના સભાસદો ૨૪૦૦૦ દે છે. વચલી સભામાં ૨૮૦૦૦ દે છે. અને છેલ્લી સભામાં ૩૨૦૦ દે છે. દેવીઓની સંખ્યા અનુક્રમે ૩૫૦, ૩૦૦, અને ૨૫૦ છે.
પહેલી સભાના સભાસદોની આયુષ્ય મર્યાદા રા પલ્યોપમની છે. વચલીમાં ૨ પલ્યોપમ અને બાહ્યસભામાં ૧ પપમ છે. દેવિઓની આયુષ્ય મર્યાદા અનુક્રમે ૧, ૧, ને પાપમની છે આ પ્રમાણે ઉત્તરાધિપતિ બલિ-ઈન્દ્ર માટે પણ સમજવું.
કેવળ દેવોની સંખ્યામાં ચાર ચાર હજારની સંખ્યા ઓછી કરવી. જ્યારે દેવીઓની સંખ્યામાં, ઉપરની સંખ્યામાં સેસોની સંખ્યા ઉમેરવી.