________________
૩૧૬)
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ભાવિતાત્મા અનગારની શક્તિના સંબંધમાં કહ્યું કેભાવિતાત્મા અનગાર બહારનાં પુદ્ગલેનું ગ્રહણ કરીને વૈભાર પર્વતને ઓળંગી શકે છે.
વળી કહ્યું છે કે માયી (પ્રમ7) મનુષ્ય વિમુર્વણા કરે પણ અમાથી મનુષ્ય વિદુર્વણ ન કરે. એનું કારણ એના ખાન-પાનનું બતાવવામાં આવ્યું છે.
માયી પિતે કરેલી પ્રવૃત્તિનું આલેચન અને પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે છે. માટે તેને આરાધના નથી. અને અમારી, તે પોતાની ભૂલવાની પ્રવૃત્તિનું આલેચન–પ્રતિક્રમણ કરીને કાળ કરે છે માટે તેને આરાધના છે. ૧૪૭
૪૭. આ ભવ પૂરો કરીને આવતા ભવે જે દેવ થવાના છે તે દ્રવ્યદેવ કહેવાય છે. આ દ્રવ્યદેવ અણગાર વૈકિય વિકુર્વણા કરીને વૈભારગિરિ પર્વતને એલંઘી શકે આ પ્રમાણે પૂછાયેલા પ્રશ્નને જવાબ ભગવાનને આપે છે. વૈક્રિયશકિતને ઉપગ માયાવાપ્રમત્ત મુનિ કરશે પણ અમારી–અપ્રમત્ત સાધુ ન કરે કેમકે તે અપ્રમત્ત હોવાના કારણે પિતાની ભૂલનું આલોચન અને પ્રતિક્રમણ કરશે.
અપરાધેની આલોચના જ આત્મકલ્યાણ છે. થયેલી ભૂલોનું વારંવાર આલોચન કરવાથી આત્મામાં જાગૃતિ આવે છે અને આ પ્રમાણેની જાગૃતિ સાધકને આગળ વધવા માટે અવસર આપે છે. પ્રતિકમણ પરઘર–વિભાવદશામાંથી આત્માને બહાર કાઢી સ્વઘર–સ્વભાવદશામાં લાવે છે, જે આત્મશુદ્ધિને માટે પ્રથમ અને સશકત સોપાન છે. આનું આલંબન લીધા સિવાય કંઈ પણ મુનિ ભાવસંપત્તિને માલિક બની શકે તેમ નથી.