________________
શતક–૩ નું ઉદ્દેશક-૭]
[૩૩૫ વરૂણનું વર્ણન
હવે ત્રીજા વરૂણ નામના કપાળનું આ પ્રમાણ વર્ણન કરે છે.
જે સૌધમાં વતંસક મહાવિમાનની પશ્ચિમે વરૂણરાજનું સ્વયંજલ નામનું મહાવિમાન છે, આ લેકપાળની આજ્ઞામાં વરૂણકાયિક, વરૂણદેવકાયિકે નાગ કુમાર, નાગકુમારિકાઓ, ઉદધિકુમારે, ઉદધિકુમારિકાઓ, સ્વનિત કુમારે, સ્વનિત કુમારિકાઓ આદિ બીજા પણ ઘણું દે રહે છે. જેઓ –
અતિવૃષ્ટિ – વેગ પૂર્વક વરસાદ વરસાવે છે. મંદિર – ધીમે ધીમે વરસાદ આવે છે. સુષ્ટિ – અનાજ વગેરેને સારે પાક થાય તેવરસાદ. દુવૃષ્ટિ –અનાજ વગેરે ન પાકે તે વરસાદ. કોમે–પહાડની તલેટીથી પાણીની ઉત્પત્તિ. કોલ્હી:તલાવ વગેરેમાં ભરેલો પાણીને સમૂહ. ઉપવા–પાણીના થોડા થોડા રેલા. કહું – પાણીના વધારે રેલા.
આદિ ઉપરના વરસાદને કરનારા હોય છે. વર્ષોથી હાનિ લાભ કરનારા છે. આ લોકપાળને કર્કોટક, કઈમક, અંજન, શંખપાલક, પું, પલાશ, મેદ, જય, દધિમુખ, અચંપુલ અને કાતરિક જેવા દેવો અપત્ય સમાન છે.
આમ કર્કોટક એટલે લવણસમુદ્રના ઇશાન ખુણે અનુવેલંધર નામે નાગરાજને કટક નામે પહાડ છે. ત્યાં રહે. નારા નાગરાજ પણ કર્કોટક કહેવાય છે. આ પ્રમાણે બીજા દેવેને માટે પણ સમજવું.