________________
શતક–૩ નું ઉદ્દેશક-૮]
[૩૪૧ આ ઈન્દ્રિયેનું વિષય ગ્રહણ સર્વથા નિયત હોય છે. માટે તેમાં કઈ પણ ઈશ્વરની કે દેવદેવીની દખલગિરી નથી હતી.
મહાભયંકર અંધકારમાં એક ફળ આપણા હાથમાં આવે છે, તેને સ્પર્શ કરવાથી જ તેના આકાર વિશેષને લઈને આપણે નિર્ણય કરીએ છીએ કે “આ કેરી છે.” દબાવવાથી “પાકી ગયેલી લાગે છે.” ટૂંધવાથી તેમાં મીઠે રસ છે એમ જાણી શકાય. પણ અંધારામાં આંખ પોતાનું કામ નહી કરવા છતાં પણ આપણે 'કલ્પીએ છીએ કે, આ કેરી પીલારંગની છે. આ પ્રમાણે કેરીના પીલારંગની કલ્પનામાં ઈશ્વરને સાક્ષાત્કાર નથી પણ “અનુગ્રહ, ઈહા, અપાય, ધારણા આ ચારે પ્રકારના મતિજ્ઞાનમાંથી “ધારણા” નામના મતિજ્ઞાનને જ ચમત્કાર છે. કોઈપણ પદાર્થના જ્ઞાનમાં “ધારણા શકિતવડે જે પદાર્થોના રૂપ, રંગ, આકાર આદિ આપણા મગજમાં સ્થિર થયા હશે તે જ પ્રમાણે ધારણા પણ તેની તીવ્ર રહે છે. અને આ લબ્ધિના કારણે જ કઈ પણ અવધારિત પદાર્થ જ્યારે સામે આવે છે ત્યારે તેને નિર્ણય કરતાં વાર લાગતી નથી.
અવધાન પ્રયોગમાં દેવીશક્તિને ચમત્કાર નથી પણ ધારણા” શક્તિનો જ ચમત્કાર હોય છે.
હાથચાલાકીના પ્રયોગ કરતાં જે ધારણ દૃઢ થાય છે. તેનાથી જાદુઈ પ્રયોગ થઈ શકે છે.
ઈન્દ્રિય પાંચ છે. સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રવણ.