________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[૩૨૩ સેવના બદલપશ્ચાતાપ કરીને પોતાના પાંચે આચામાં, વ્રતમાં, ગુણવ્રતમાં, શિક્ષાત્રમાં જે કંઈ અતિચાર લાગ્યા હોય તે એક એકને યાદ કરીને તે અતિચારોની નિંદા કરે છે, ગહ કરે છે, તથા જિનેન્દ્ર ભગવંતેએ પ્રતિષેધ કરેલા કાર્યને કર્યા હોય અને કરવા કહેલ કાને પ્રમાદવશ ન કર્યા હોય તે માટે વારંવાર પોતાના આત્માની ગુરુ સાક્ષીએ ભર્સના કરે છે.
આત્માને પરમાત્મા બનાવવા માટે આજ માર્ગ સરળ છે. મેલા કપડાઓને જયારે આપણે બેબીને આપીએ છીએ ત્યારે કપડા ઉજલા કરીને લાવજે.” આટલું કહેતાં જ મૂખ બેબી આ અર્થને મર્મ ન સમજે અને કપડા ઉપર સફેદ લગાવીને પાછા લાવે, તે શું થાય!જ્યારે સાવધાન અને ચાલાક બેબી આ અર્થને મર્મ બરાબર સમજે છે કે કપડા ઉપર લાગેલા મેલને સફ પાઉડર દ્વારા દૂર કરે અને નવા મેલને લાગવા દેવે નહીં તેથી કપડું જ્યારે મૂળ સ્થિતિમાં આવશે. અને લાગેલા મેલમાંથી મુક્ત થશે. ત્યારે કપડું સ્વતઃ ઉજજવલ બનશે.
આજ પ્રમાણે આત્મકલ્યાણ કરવું” આને અર્થ સારી રીતે નહી સમજનારા સાધકો ગમે તેવા અનુષ્ઠાન કરીને સંતોષ માને છે. જ્યારે ગૂઢ રહસ્યના જાણકાર સાધકો “આત્મકલ્યાણ એટલે “આત્માને શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જવો.” આવે અર્થ કરીને તેને લગતી જ ક્રિયાઓ કરશે; કપડાનાં મેલને. સાફ કરવા માટે સર્ફ અથવા તેજાબની ભઠ્ઠીને કામમાં લેશે.. તે પ્રમાણે આત્મા ઉપર લાગેલા કમેને–પાપને દૂર કરવા માટે પ્રતિક્રમણ જ કામ આવશે; પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આત્મનિંદા, પિતાના પાપને ગુરુ સમક્ષ કહી દેવા એજ પ્રતિકમણને