________________
૩૨૨ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ - ગુરુવન્દન કરતા આ ઉદાત્ત અને પવિત્ર ભાવના જે આપણા મનમાં હશે તે સાધકના જીવનમાં ગુણોને પ્રાપ્ત કરવા અર્થે નવા જ ચમત્કાર સજાશે. તે વ્યક્તિગત રાગી બનેલાને માટે મોક્ષના દ્વાર બંધ હોય છે–સદંતર બંધ હોય છે. આ સાધક જૈન શાસનને રાગી બનતો નથી. પણ અવસર આવ્યે જૈનશાસનને દ્રોહી બને છે, ગુરુસંસ્થાને તથા પોતાના આત્માને પણ દ્રોહી બને છે. કેમકે જે વ્યક્તિના આપણે દષ્ટિરાગી બનીએ છીએ તે આપણા માનેલા વ્યક્તિના હજારો શત્રુઓ પણ સંસારમાં વિદ્યમાન છે. આ સ્થિતિમાં આપણું ગુરુના શત્રુ તે આપણા અર્થાત વ્યકિતગત રાગીના પણ શત્રુ સિદ્ધ થશે. આમ થયે એક ગુરૂને વન્દન કરતે સાધક બીજા ગુરુઓનું અપમાન કરશે, ત્યારે તે સિદ્ધચક ભગવાનને પણ આરાધક શી રીતે બનશે? કેમકે સિદ્ધચક ભગવાનમાં આપણા પિતાના જ માનેલા આચાર્યો, ઉપાધ્યાયે અને મુનિ ભગવંતે બિરાજમાન નથી પણ અઢીદ્વીપમાં રહેલા સર્વે આચાર્યો ઉપાધ્યાયે અને સાધુઓથી શેભતું સિદ્ધચક યન્ત્ર છે.
આ બધી તત્ત્વની વાતે પ્રત્યે દયાન રાખીને તથા આ રહસ્યનું મનન કરીને સાધક માત્ર વ્યકિતગત રાગી બનવા કરતાં જૈન શાસનને રાગી બને એજ પવિત્ર અને આત્મકલ્યાણ માટે સરળ માર્ગ છે.
(૪) પ્રતિક્રમણુ-આ પ્રમાણે ત્રણે આવશ્યકેના માધ્યમથી આત્મામાં અપૂર્વ તેજ લાવીને સાધક પ્રતિકમણના સૂત્ર બેલવા પહેલા સર્વ સામાન્યથી રાશી લાખ છવાયોનિના જીને મિચ્છામિ દુક્કડં દીધા પછી પોતાના આત્મગત પાપની