________________
૩૨ ૦].
[ભગવતીસૂત્ર સારસંગ્રહ વ્યાપાર છે. હું શુદ્ધ છું, અરિહંત સ્વરૂપ છું. આ પ્રમાણે બે ઘડીને માટે આત્માના સ્થાનમાં તદાકારતા પ્રાપ્ત કરીને ભવભવાંતરના થાકને ઉતારશે.
આ પ્રમાણે નિયમ કરીને તથા ચુસ્તપણે પાળીને અત્યંત શ્રદ્ધા અને સાવધાની પૂર્વક સામાયિક ધર્મમાં સ્થિર રહેનારાસાધકને માટે આપણે ચક્કસ કહી શકીએ છીએ કે, આ ભાગ્યશાલીએ પાપ આવવાનાં સ્થાનેને પ્રયત્નપૂર્વક બંધ કર્યા છે માટે જ આવી વ્યવહારુ ક્રિયા જૈન શાસનને છોડીને બીજે કયાંએ પણ જોવા મળતી નથી.
જયાંસુધી સામાયિક દ્વારા પાપના દ્વાર બંધ કરવામાં ન આવે ત્યાં સુધી ગમે તેવો પણ આધ્યાત્મિક માણસ, માળાદ્વારા જાપ કરનાર અને તેની ચર્ચા કરનાર પણ જીવનના રહસ્યને પામી શકે તેમ નથી.
જેઓ આધ્યાત્મિક જીવનની ચરમ સીમાએ પહોંચી ગયેલા છે. તે તીર્થકરદે પણ જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે સૌથી પ્રથમ “સીમાફ..” આ સૂત્રથી સામાયિક જ ઉચ્ચરે છે. તેથી જ અનુમાન કરી શકાય છે કે તીર્થકર દેવેનું શાસન (આજ્ઞા) જ પરમ હિતકારી અને જીવન માત્રને પાપથી બચાવનાર છે. (૨) ચતુવિ શનિ જિનસ્તવન - પાપના દ્વાર બંધ કરવા માટે સામાચિકમાં પ્રવેશ કરેલા આત્માને જયારે આ પ્રમાણે અનુભવાય છે કે મેં નવા પાપેને તે રોકી લીધા છે પણ જૂના પાપને જોવા માટે આમામાં પાવર (ઈચ્છાશક્તિ)ની આવશ્યકતાં છે ત્યારે તે ભાગ્યશાળી લેગિરસ સૂત્રના શુદ્ધ ઉચારણ દ્વારા