________________
૨૧૮]
| [ ભગવતીસૂત્ર સાસંગ્રહ દેવ, ઇશાનનેન્દ્ર, ભગવાનના શિષ્યકુરુદત્તપુત્ર કે જેઓ નિરં– તર અઠ્ઠમ અઠ્ઠમના પારણે આયંબીલ, તપવડે આત્માને ભાવતા આતાપના લેતા છે માસ સાધુપણું પાળી અંદર દિવસની સંલેખના વડે આત્માને સંજી, ત્રીસટેક અનશન પાળી, સમાધિપૂર્વક કાળ કરી ઈશાનક૯પમાં ઈશાનેન્દ્રના સામાનિક પણે ઉત્પન્ન થયા હતા. તેના સંબંધી પ્રશ્ન થયેલ છે.
એ પ્રમાણે સનકુમાર સામાનિક દેવ, ત્રાયશ્ચિંશકદેવ, લોકપાલ અને પટ્ટરાણીએ, એ જ પ્રમાણે મહેન્દ્ર, બ્રહ્યલોક, લાંતક, મહાશુદ્ર, સહસ્ત્રાર, પ્રાકૃત અને અશ્રુતના દેવેની વિદુર્વણ શક્તિ સંબંધી વર્ણન છે. ૮ પ;૩૮ ત્રીજા શતકના પહેલા ઉદેશાના પ્રશ્ન કર્તા અગ્નિભૂતિ નામના બીજા ગણઘર છે. જેઓ મગધદેશના “ગોબરગામમાં ગૌતમ ગોત્રીશ્રી વસુભૂતિ બ્રાહ્મણને ત્યાં પૃથ્વીદેવીની કુક્ષિાએ કૃતિકા નક્ષત્રમાં જન્મ્યા હતાં. વેદ-વેદાંત આદિ ૧૪ વિદ્યાઓના પારગામી હોવાની સાથે ૧૦૦ શિષ્યના ગુરૂ હતાં. એક દિવસે
મિલ નામના વિપ્રે આરંભેલા મેટા યજ્ઞમાં પધાર્યા હતાં, તે સમયે ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં દેએ રચેલ સમવસરણમાં વિરાજિત ભગવાન મહાવીરસ્વામી ને પરાજિત કરવા માટે પોતાના ભાઈ ઈન્દ્રભૂતિ ગયા હતાં, પણ બન્યું તેનાથી વિપરીત એટલે ઈદ્રભૂતિએ મહાવીર સ્વામીનું શરણ સ્વીકાર્યું આ વાત સાંભળીને અગ્નિભૂતિ પણ ભગવાન પાસે આવ્યા અને શંકા સમાધાન પછીતે પણ અંતેવાસી બન્યા તે સમયે તેમની ઉમ્ર ૪૬ વર્ષની હતી અને ૧૨ વર્ષ છદ્મસ્થ તરીકે રહીને જન્મથી ૫૮મા વર્ષે કેવળજ્ઞાનના માલિક બન્યા હતા, ૧૬ વર્ષ સુધી કેવળીપર્યાયમાં રહ્યા અને ૭૪ વર્ષે આયુષ્યપૂર્ણ કરીને મોક્ષમાં ગયા છે.