________________
શતક- ૩જુ ઉદ્દેશક-૩ ]
[ ૨૭૯
માયા સતાવે નહી અને વધારે હેરાન કરે નહી, તે માટે ન્યાય નીતિ થાડીક તપશ્ચર્યાં અને કામ-ક્રોધને રોકવા માટે થાડા તા તથા મિથ્યાત્વથી દૂર રહેવા માટે વીતરાગ પરમાત્માનું દર્શન-પૂજન ધ્યાન કરે છે અને આ પ્રમાણે પાંચમું ગુણ સ્થાનક મેળવીને ત્યાંજ ઘણા કાળ વ્યતીત કરે છે, કાઇક સમયે સંસારની માયાનું નાટક દેખાય છે, તા બીજા ક્ષણે વૈરાગ્યની લહેર આવતાં ભગવાનનાં ભજનમાં મસ્ત અને છે. એક દિવસ ખાદ્ય સામગ્રીને પેાતાના પુત્ર પુત્રીઓ સાથે બેસીને સ્વાદપૂર્વક ખાય છે તેા બીજા દિવસે ખાનપાન છેડીને ભગવાનની માળા ગણે છે. કાઈક સમયે સૌંસારના રંગરાગ ભાગવવા માટેની ભાવના જાગતા તેમાં લપટાઈ જાય છે તે બીજા સમયે ‘અરે આ મેં શુ કર્યુ. એમ વિચારતાં જ પૌષધ લઈને ગુરુના ચરણેામાં ખીજી રાત પૂરી કરે છે. આમ કોઈક દિવસ સંસારની માયા તે મીજા દિવસે વૈરાગ્યની માયામાં પ્રયાણ કરતા તે ભાગ્યશાલી સમય પાકતાં અને વૈરાગ્ય તથા જ્ઞાનના અભ્યાસ દ્વારા ભેગી કરેલી આત્મશક્તિથી સંસારના ત્યાગ કરે છે અને મુનિધમ – મૌનધમ –સમિતિ-ગુપ્તિ ધમ પાળવા માટે હિંસાના સંપૂર્ણ ત્યાગ કરીને સંયમ ધમ સ્વીકારે છે. ત્યારે જૈનશાસન આ સ્થાનને છઠ્ઠું ગુણસ્થાનક કહે છે.
અર્થાત્ મેાક્ષમાં જવા માટે આ ભાગ્યશાલી છઠ્ઠા પગથીએ ચઢી ગયા છે, ત્યાં ગુરુના ચરણામાં રહે છે. સ્વાધ્યાયની શક્તિને વધારે છે. તપશ્ચર્યા ધર્મને ઉત્કૃષ્ટ ધમ સમજીને કમ રાજાના સૈનિક સાથે રણમેદાન રમે છે,પણ આપણે સૌ કોઈ સમજીએ છીએ કે રણમેદાનમાં કઈક સમયે આપણી સેનાના વિજય થાય છે તે ખીજા સમયે શત્રુ રાજાની સેનાને