________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ - હવે આ પ્રશ્નોત્તરની પૂર્ણાહુતિમાં આત્મા સાથે ત્યાં સુધી સમ્યકત્વ રહે છે ત્યાં સુધી આત્મા વાયુની માફક સુગંધી હોય છે. અને મિથ્યાત્વરૂપી દુર્ગધી પુદ્ગલના સહવાસે આત્માના ધર્મકર્મના આડંબરે કેવળ ભારભૂત જ હોય છે. જેનાથી પિતે બગડે છે. અને બીજાઓને પણ બગાડે છે.
ઉતત્તમ ચારિત્ર મેળવ્યા પછી,પાલ્યા પછી પણ અમુલ્ય રત્ન પ્રત્યે અનંતાનુબંધીલોભ કષાયના કારણે સાધ્વીજી આવતા ભવમાં ગરેલીના અવતારને પામે છે. મેઘમાં થતાં આકાર - બલાહક એટલે મેઘ જે અચેતન છે. વાયુની પ્રેરણાથી આકાશમાં જુદા જુદા રૂપ ધારીને અનેક જન સુધી જઈ શકે છે. ભગવાન ફરમાવે છે કે આકાશમાં પ્રત્યક્ષરૂપે વાદળાઓ જુદા જૂધ આકારવાલા હોય છે. તેમ વાયુના સહગે ગતિ કરનાર હોય છે. તે મેઘના જુદા જુદા પરિણમને થાય છે, અને આપણે સૌ પ્રત્યક્ષ જોઈએ છીએ. - આકાશને જોવા માટે આપણે જે શેડો પુરુષાર્થ કરીએ તે ત્યાં રહેલા વાદળાઓને કંઈક ને કંઈક આકાર હોય જ છે. જે આપણે જોઈ શકીએ છીએ.' - આકાર, વિશેષને પામેલા વાદળાઓ, શુભાકારે દેખાય તે માનવનું શુભ થાય છે, અને અશુભાકારે દેખાય હૈ. માનવનું અશુભ થાય છે. એટલે, રાક્ષસ, પિશાચ, ડાકણું, વાઘ, ઊંટ જેવા ભયાનક તથા બીહામણા આકારના વાદળાઓ જે દેખાય છે જેનારને નુકશાનમાં ઉતારવાના જ દિવસે આવે છે.