________________
શતક-૩ જુ. ઉદ્દેશક-૪]
[૩૯
પણ છેાડી દેવાની ભાવના (લેફ્સા) થતી રહે છે. આવા પ્રકારે જુદા જુદા સમયે જે લેશ્યાઓ બદલાય છે તેમાં પૂર્વ ભવના કારણે। પણ માન્યા વિના છૂટકારા નથી. તેથી કરીને લેશ્યા એની ઉત્પત્તિમાં પૂર્વાચાર્યને પણ મતભેદ છે, છતાં પણ ઘણા પ્રામાણિક આચાર્યાંનું આ કથન પણ ખરાબર છે કે લેશ્યાએ કમ સ્વરૂપ નથી, કેમકે કર્માંની સંખ્યા આઠની છે અને લેશ્યાઓ કોઈ પણ કમ ના કે તેના પેટા વિભાગમાં સમાવિષ્ટ નથી, ત્યારે લેશ્યા શું હશે ? તેના જવાખમાં જાણવાનુ કે ઓછા સંસ્કાર પામેલા કે સ`સ્કારાને સથા નહી પામેલા આપણા મનજીભાઈના આ બધા ખેલ તમાશા છે.
અનાદિ કાળથી કુસંસ્કારાને લઇને મનજીભાઈ હંમેશા કમજોર જ રહ્યા છે. માટે જ આપણા અધ્યવસાયા સ્થિર ન રહેતા પ્રતિક્ષણે બદલાતા જ રહે છે. મેાહુકમને ઉપ– શાન્ત કરવાની પ્રખલ શક્તિ જેએ કેળવી શકતા નથી. તેમના પરિણામે અસ્થિર જ રહેવાના છે, માટે સંસારના તેવા તેવા રાગ-દ્વેષજન્ય દશ્યાને જોતા જ અસ્થિર મનને ક્ષયાયમિક ભાવમાંથી નીકળીને ઔદયિક ભાવમાં પ્રવેશ કરતાં વાર લાગતી નથી. આ પ્રમાણે માનસિક વ્યાપારને લઈને પ્રતિક્ષણે બદલાતા આત્માના પરિણામેાને ‘ લેશ્યા ’ શબ્દથી સોધાય છે. અને આ લેફ્સાના કારણે જ આત્મા કાઁની સાથે જોડાય છે. અને નવાં નવાં કાં માંધતા જ જાય છે.
મહાભય’કર વૈરીને જોતાં જ સૌથી પહેલા આપણી વેશ્યા અગડે છે. પછી આપણને કષાય ઉદ્દભવે છે. અને આ ધ્યાનરૌદ્ર-ધ્યાન થતાં જ પાછા ભયંકર કર્માંને ધવાની પરિ સ્થિતિ સર્જાય છે.