________________
૩૦૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ કસાઈ, શિકારી હિંસક આદિ પરિવારમાં જન્મેલા સંતાનને પ્રતિક્ષણે તેવા જ પ્રકારના શબ્દો સાંભળવા મળે છે. અને તેવા મારફાડના શબ્દો સાંભળવા માત્રથી તેમની તેવા પ્રકારની જ પ્રવૃતિ થાય છે. ભીખ માંગનારાના ઘેર જન્મેલાને ભીખ માંગવાના જ પરિણામે બન્યા રહે છે. પરિગ્રહ પરિમાણવ્રતને સ્વીકાર કર્યા વિના, તથા ધમધર્મને વિચાર કર્યા વિના, વ્યાપાર-રોજગારમાં પૂર્ણ રૂપે મસ્ત બનેલાને રાત દિવસ સ્વપ્નમાં પણ પોતાની દુકાન, વ્યાપાર, ઘરાક તથા કેર્ટ-કચેરીના અધ્યવસાયે રહે છે. જયારે ધર્માત્મા, શિયળસમ્પન, દયાલુ, દાનેશ્વરીના ઘેર જન્મેલાને સારા સંચાગ મળે છે. મિત્ર મંડળ પણ તેવું જ મળે છે. અને આંશિક રૂપે સત્ય-સદાચારના સંસ્કાર પણ ત્યાં જોવા મળે છે. આ પ્રમાણે પૂર્વભવના જેવા જેવા નિયાણાઓના ક ઉપાર્જયા હોય છે. તે તે પ્રમાણે જ માણસ માત્રને વાતાવરણ મલે છે અને આ વાતાવરણ જ માણસના અધ્યવસાયેને બદલવા માટેનું કારણ હોઈ શકે છે, એક સમયે આપણા વૈરીને જોઈએ છીએ ત્યારે આપણને પણ વિરની લેસ્યા ઉદ્દભવે છે. બીજા સમયે પરમમિત્રને જોઈને પહેલા સમયની વૈર લેશ્યા અદશ્ય થાય છે અને મૈત્રી લેસ્યાના આપણે માલિક બનીએ છીએ.
આ જ પ્રમાણે ગંદા વિચારવાલા, આચરણવાલા, જૂઠા બોલાં માણસના સહવાસમાં આપણું પવિત્ર અથવસાયને પણ ધક્કો લાગે છે. જ્યારે બંધક મુનિની સજઝાય સાંભળતા કે મૌન ધારી મુનિઓને સહવાસ કરતાં આપણને પણ તેવા પ્રકારની ધર્મની સ્થા પ્રાપ્ત થાય છે. આમ ઘડીકમાં કૃપણ, ઘડીકમાં વ્રત લેવાની ભાવના અને ઘડીકમાં કરાતા ધર્મને