________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
[૩૧૩ ' ' પાછલની ત્રણે એટલે તે જેલેશ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યાએ આત્માના પરિણામે માં શુભતા, શુદ્ધતા અને સર્વે જીવો સાથે વૈરમુક્ત કરાવીને જીવમાત્રના અપરાધો પ્રત્યે ક્ષમાતત્ત્વને પ્રાપ્ત કરાવનારી હોવાથી ભવાન્તરે સદુગતિ આપનારી છે તથા ચાલુ ભવમાં પણ જીવનને પ્રસન્ન રાખે છે.
- મનુષ્યમાત્ર એટલું સમજી લે કે “સંસાર અસાર છે, માયા નાગણ તુલ્ય છે, કાયા કાચની બંગડી જેવી છે, શ્રીમંતાઈ વિજલીના ચમકારા જેવી છે, સત્તા પાણીના પરપોટા જેવી છે માટે થોડી જીન્દગીમાં કેઈની સાથે પણ મારે શા માટે લડવું, કેઈની પણ હત્યા માર-કાટ શા માટે કરવાં, બીજા સાથે લડ્યા–ઝઘડયાનું પરિણામ શું ? જે વસ્તુ માટે હું લડું છું. તે વસ્તુ મારી સાથે, મારી ઠાઠડી સાથે આવવાની છે? આદિ વિચારધારા કેળવીને સૌની સાથે સંપમાં રહેવું. અસાર સંસારની ઘણી ઘણી વાતે જતી કરવી, જાણી લેજે કે ક્રોધની સામે કેંધ કર, વૈરની સામે વર કરવું અને ભૂલની સામે ભૂલ કરવી. આ શેતાન ધર્મ છે જ્યારે બીજાના ક્રોધ સામે હસતા શીખવું. વૈરની સામે મૌન ધારવું અને બીજાની ભૂલ સામે આપણે કદી પણ ભૂલ કરવી નહીં બસ! આ જ જૈનધર્મ છે. એજ મેક્ષ માર્ગ છે, અને મેક્ષધર્મની આરાધના પણ એજ છે, અને ધાર્મિક જીવન બનાવવા માટે આનાથી બીજા એક સરળ માગ પણ નથી. સૌના અપરાધ માફ કરવા એ જ જીવતા જીવનનું અમર ફળ છે, એમ સમજીને ઉપર પ્રમાણે જીવન જીવવું જેથી આવતા ભવ બગડવા પામે નહી.