________________
૩૦૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જીવ ચાહે મનુષ્ય હોય કે સ્ત્રી, ગૃહસ્થ હોય કે સાધુ, તેનું આત્મબળ એટલું મજબુત હોય છે કે પોતાના શુદ્ધ અધ્યવસા દ્વારા આવતા ભવમાં નરકગતિ, વિકલેન્દ્રિય તથા એકેન્દ્રિયાદિ જાતિ તથા નપુંસક વેદ જેવા અત્યન્ત પાપને ભોગવનારા સ્થાને મેળવી શકતું નથી.
આ છે સમ્યકત્વને ચમત્કાર જેને લઈને અનંતાનુબંધી કષાયે દબાઈ જવાના કારણે પણ આત્માને ઉન્નત માર્ગે જવાને રસ્તે ઉદ્દઘાટિત થાય છે અને જ્યારે જ્યારે આ કષાયે પિતાનું સ્વરૂપ પ્રગટ કરતા જાય છે. ત્યારે ત્યારે આ સમકિતી આત્મા તે કષાયને મારી જ નાખે છે. ભગાડી જ મૂકે છે અથવા તેને ફરીથી દબાવી મારે છે જેથી કષાયે ત્યાં ફાવી શકતા નથી. આ બધી વાતે જ્ઞાનશક્તિને પામેલા આત્મામાં સ્વયં જાગૃત હેવાના કારણે પોતાની મેળે થતી રહે છે.
હવે આ આત્મા કદાચ દુર્ભવ્ય હોય અથવા પચ્ચીસ ઘણા ભવની રખડપટ્ટી કરનારે હોય પણ હજી પાછો મિથ્યાત્વ ગણઠાણે પહો ન હોય તે સમયે પણ અર્થાત એકવાર સમ્યકત્વને સ્પશીને શક્તિવાલો થયેલો આત્મા યદ્યપિ સમ્યકુત્વથી પડી રહ્યો છે, તે પણ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, વચલા ચાર સંસ્થાને (ન્યાય, સાદિ, વામન અને કુજ્જ) આ પ્રમાણે ચાર સંઘયણ (ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કાલિકા) નીચોત્ર, ઉદ્યોત નામકર્મ, અશુભવિહાગતિ, સ્ત્રીવેદ આદિ જે નિન્દનીય અને આત્ત ધ્યાન કરાવનારા સ્થાને છે તેને પણ આ આત્મા બાંધતા નથી. કારણ કે આ સ્થાને અનંતાનુબંધી કષાયને કારણે બંધાયા