________________
શતક-૩ જ ઉદ્દેશ–૩]
[૨૮૭
વચ્ચમાં વાયુ અને પાણી છે. અને ઉપરના ભાગમાં પાણી જ છે, જેમાં ઘણા વાયુએ સ્પદને છે કંપે છે? અને વાયુના કારણે નાના મેટા ૭૮૪૨ પાતાલ કળશાઓનુ પાણી ઉછલે છે. અને ઉછાલા મારતાં તે પાણીને જ ભરતી કહેવાય છે. આઠમ, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમામાં ભરતી વધારે હાય છે. આ પ્રમાણે ભરતી તથા એટ આવે છે. અને સમુદ્ર પા. પૂ વત્ થઈ જાય છે. આ બધી વાતા અનાદ્દિકાળના આ સંસારની લેાક સ્થિતિ' ના પરિણામે જ થાય છે,
સસાર સચાલનમાં કયાંય પણ ગડખડ નથી. કેમકે અરિહંતા તપસ્વીએ, ત્યાગીએ તથા સતીઓના પુણ્ય પ્રભાવે લેક સ્થિતિ આવા પ્રકારની નિયત છે. માટે સમુદ્રમાં ગમે તેટલી ભરતી આવે તે પણ સંસારને કઈ પણ નુકશાન થતું નથી. આ પાતાલકળશાએ લવસમુદ્રમાં જ હાય છે, માટે ભરતી-ઓટ આ સમુદ્રને જ લાગુ પડે છે, જ્યારે ખીજા સમુદ્રોમાં આ કળશા ન હેાવાના કારણે ત્યાં ભરતી–એટના પ્રશ્ન જ રહેતા નથી. માટે જ તીર્થંકર દેવાનુ ‘સાગરવર ગંભીરા..’નું વિશેષણ સાથ ક છે. ગમે તેટલી નદીઓના પાણી આ સમુદ્રમાં ઠલવાઈ જાય તા પણ સમુદ્ર પેાતાની મર્યાદાને છોડતા નથી.
તેમ તીર્થંકર દેવા પણ સાગરના જેવા ગંભીર એટલા માટે છે કે તેઓ શત્રુ અને મિત્ર, સુવર્ણ અને પત્થર, માન અને અપમાન આદિ દ્વન્દ્વોમાં એક સમાન જ હેાય છે.
કમઠ નામના અધમદેવે પાર્શ્વનાથ ભગવાનને જીવલેણ ઉપસગેર્યાં કર્યાં અને ધરણેન્દ્ર તથા પદ્માવતીએ પ્રભુને પૂછ્યા છે તે પણ ભગવાનની તે અનેમાં સમદ્રષ્ટિ છે.