________________
શતક-૩ જું ઉદ્દેશક–૪]
૨૯૩ અને ત્રણ ગુપ્તિમાં પ્રવૃત્તિ કરનાર ને એકેન્દ્રિયાદિ પ્રાણીએની પીડાના પરિવાર રૂપ સંયમ છે. આ જ વાતને દશવૈકાલિક સૂત્રના દશમા અધ્યયનની ૧૫મી ગાથાથી વિચારી લઈએ.
हत्थसंजए, पायसजिए, वायसंजए, संजइन्द्रिए
અર્થાત્ હાથ, પગ, વાણી અને ઈન્દ્રિયેને કંટ્રોલ કરવી તે સંયમ છે. અને આ સંયમી જ અહિંસક અને તપસ્વી હોય છે. હાથને સંયમ એટલે કે, હાથને સંયમિત કરો.
અનાદિ કાળની કુટેવેને લઈને બીજાને મારવાના કે ધમકાવવાના અધ્યવસાયથી મૂઠી વાલીને હાથ ઉગામે છે. ખરાબચેષ્ટા માટે આંગલીઓથી ઈશારા કરે છે. બીજાને ડરાવવા માટે તર્જની આંગલીને ઉપયોગ કરે છે. ખોટા તેલ-માપ-હિસાબના ચોપડા ખોટા લેખ તથા ખેટી સહી કરવામાં હિંસક ભાવે જ હાથને ઉપયોગ થાય છે. આવા પ્રકારના કારણોમાં ખોટી આદતોને દૂર કરવી તે હથસંયમ કહેવાય છે.
પાચસંચમ–જે સ્થાન પર આશ્રવ દ્વારા સેવાય અને જેનાથી પિતાના ગુરુને, વીતરાગદેવ, જૈનધર્મને અને છેવટે પોતાના ચારિત્રને દ્રોહ થાય છે. તેવાં સ્થાનમાં; તેવાં કાર્યોમાં પગને ઉપયોગ કરવો નહીં. ઈર્યાસમિતિનું તાત્પર્ય પણ એટલું જ છે કે સંયમની આરાધના માટે એક આસન ઉપર જ બેસવા માટેને અભ્યાસ કરે અને ગુરુની આજ્ઞાથી જ ગમનાગમન કરવું તે પાદસંયમ છે.
વાચ-એટલે કે જીભ ગમે તેમ બોલવા માટે નથી તેમ જે તે ખાવા માટે પણ નથી. કેમકે—ધર્મવિરૂદ્ધ અને