________________
શતક-૩ નું ઉદ્દેશક-૪]
[ ૨૯. (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ) સૂફમનામકર્મ, અપ. આંસ નામકર્મ, સાધારણ વનસ્પતિ કાય (અનંતકાય) હેડક- , સંસ્થાન, આતાપનામકર્મ, સેવાર્તા સંઘયણ, નપુંસકવેદ, અને મિથ્યાત્વ મેહનીયકર્મ આ પ્રમાણે ૧૬ પ્રકારના અતીવ અનિષ્ટકર્મોને અનંત શક્તિ તરફ પ્રસ્થાન કરતાં આત્મા બાંધાતું નથી, કેમકે મિથ્યાત્વની હાજરીમાં જ ઉપરના કર્મો બંધાય છે.
મિથ્યાત્વ એટલે આત્માને દુસાધ્ય રોગ, મહાગાઢ અંધકાર પરમશત્રુ કે વિષ અને કાતિલ ઝેર સમાન છે. કેમકે રેગ, તથા અંધકાર, શત્રુ તો એક જ ભવમાં દુઃખ આપે છે. પણ મિથ્યાત્વને લઈને જીવાત્મા હજારે ભવ સુધી દુઃખી બને છે. જાત્યન્ત પોતાની પાસે રહેલ સારી નઠારી વસ્તુને જોઈ શકતા નથી તેમ મિથ્યાત્વવાસી આત્મા પણ તત્વ–અતત્ત્વ, ખાદ્ય-અખાઘ, પિયઅપેય કૃત્ય-અકૃત્ય, આદિને જાણી શકતો નથી તો પછી ત્યાં હેય વસ્તુને ત્યાગ અને સ્વીકાર્ય વસ્તુના સ્વીકારને વિવેક તેને નહી મલવાથી જ નીચેના ૧૬ સ્થાનકેને પ્રાપ્ત કરે છે. - એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે મિથ્યાત્વીઆત્મા સૌથી પહેલા નરકમાં જવા માટેનું આયુષ્યકર્મ બાંધે છે. પછી નરક ગતિ નામ કર્મ અને તે સ્થાન પ્રાપ્ત થાય તે માટે નરકાનું પૂવ નામ કર્મ બાંધે છે. પછી નરકગતિ નામ કર્મ અને તે સ્થાન પ્રાપ્ત થાય તે માટે નરકાનુપુવી નામ કર્મ બાંધે છે. જ્યાં સુખ છે જ નહી.
એકેન્દ્રિયત્વ-જ્યાં ઘણું અસ્પષ્ટ વેદના છે.
વિકલેન્દ્રિયવમાં ઈન્દ્રિયેનો અભાવ અને તે તે પ્રાણેને અભાવ તેમને માટે અત્યન્ત દુઃખદાયી હોય છે.