________________
૨૯૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ માટે પરિગ્રહી હોય તે ગૃહસ્થ હોય છે પણ અણગાર હેઈ श नही संयमताभ्यां भावितः स्थिरीकृत आत्मा येन સ માવિતાત્મા’ આ સંયમી પિતાના અવધિજ્ઞાન વડે પદાર્થોને ગ્રહણ કરે છે. એ જ્ઞાનની વિચિત્રતાને લઈને કોઈક સમયે વિમાનમાં બેઠેલા દેવને જુએ છે. બીજા સમયે એકલા વિમાનને જ જુએ છે. કોઈક સમયે બંનેને જુએ અને બીજા સમયે કોઈને પણ જેતે નથી. આવી જ રીતે કેઈક સમયે ઝાડના મૂળને જુએ છે. કેઈક સમયે શાખાએને જૂએ છે, કેઈક સમયે ઝાડની છાલને, પુષ્પને, પત્રને તથા ફળને જુએ છે. કેમકે અવધિજ્ઞાનના તારતમ્યથી પદાર્થોના જ્ઞાનમાં પણ તારતમ્ય આવે છે. અહિંસા સંયમ અને તપનું સ્પષ્ટીકરણ
જે ભાવિતાત્મા અહિંસા–સંયમ અને તપને આરાધક છે. તે જ લબ્ધિઓ મેળવી શકે છે.
તપશ્ચર્યાની આરાધના અને તેનાં રૂડાં ફળો તેમજ અહિંસાધર્મની આરાધના એટલે વૈર અને વિરોધની નિવૃત્તિની સફળતા કેને આભારી છે? તે જરા જોઈ લઈએ.
અહિંસા એટલે કે કઈ પણ જીવને ક્રોધ-માન-માયા અને લોભમાં આવીને મન-વચન તથા કાયાથી મારે નહીં, મરાવે નહીં અને મારનારને અનુદ નહીં તે અહિંસા છે. * “રાજીનામુત્તિtવ હિં” બાહ્ય નિમિત્તેને લઈને આત્મામાં રાગ-દ્વેષની ઉત્પત્તિ થવી તે હિંસા છે. એટલે તે રાગદ્વેષની ઉત્પત્તિને જ રોકી દેવી તે અહિંસા છે.