________________
શતક-૩ જું ઉદ્દેશક-૩]
[૨૭૭ પાછો ઘેર ભેગો થઈ ગયો. જ્યારે બીજા માણસે થેડી હિંમત કરી આગળ વધ્યા તો ખરો. પણ સામેથી જ્યારે ચોર-લૂંટારા આવતા જોયા. ત્યાં જ આ ભાઈ એટલા બધા ડરી ગયા કે જેને લઈને ઘપિ ત્રીજાએ ઘણી હિંમત આપી છે એ માની નહીં અને મૂઠી વાલીને પાછા ઘર ભેગા થઈ ગયા જ્યારે ત્રીજા ભાઈ ઘણીજ હિંમત કરીને ચેર–લુંટારા સાથે લડયા અને તેમને ભગાડીને પિતાના લક્ષ્યસ્થાને પહોંચી ગયા છે. આજ પ્રમાણે જ્ઞાન–ધ્યાન-તપ-જ૫ તથા સંયમ આદિ શસ્ત્રોને ઘારણ કરીને ત્રણ સાધકે મુકિત (મોક્ષ) નગરનું લક્ષ્ય કરીને મિથ્યાત્વ નામના પોતાના ઘેરથી નીકળ્યા છે. પણ મેહ માયાના ગાઢ સંસ્કારને લઈને પિતાના માતા-પિતા સ્ત્રી–પુત્રાદિના આકન્દન ભર્યા શબ્દો તથા તેમની લલચાવનારી માયાને જોઈને એક ભાઈ એટલા બધા ઢીલા થઈ ગયા કે જેને લઈને પોતે પિતાના મનમાં એવું નક્કી કર્યું કે “સંયમ માર્ગે જવું ઘણું જ કઠણ છે આપણું આ કામ નથી. મેહકાયા છુટી શકે તેમ નથી.” એમ સમજીને પોતાનું લક્ષ્ય ચૂક્યાં. અને અનંત માયામાં પાછા ફસાઈ ગયા. બીજા નંબરના સાધકે મેહમાયા તરફ જોયા વિના રાગદ્વેષના પરિણામેને દબાવી લીધા. જેને લઈને ઘડીભરને માટે પોતાના આત્માનું અસલી સ્વરુપ તથા ઈશ્વરનું અનત તેજ જેવા માટેની સમર્થતા પ્રાપ્ત કરવાની શકયતા ઉભી કરી છે. પણ હજી ભયંકરમાં ભયંકર કમેની બનેલી ગ્રન્થિને તેડવા માટે સમર્થ થતું નથી.
જ્યાં અવ્યાબાધ સુખ છે તે મોક્ષના સ્થાને પહોંચવા માટે જૈન શાસને ૧૪ ગુણઠાઓની યથાર્થ વર્ણના કરી છે એટલે કે મેડા ઉપર ચઢવા માટે જેમ પગથીયા ઉપર ચઢવુ અનિવાર્ય