________________
શતક-૩નું ઉદ્દેશક-૩)
[૨૭૫ પણ “સાતાગારવ” તરફ પ્રસ્થાન કરે છે એટલે શરીરની સુખકારીને પોષનાર તે મુનિની બધી ક્રિયાઓમાં આલસ પ્રમાદ. અને બેદરકારી હોય છે. પરઠવવા માટેનું પાણી, માગું (લઘુશંકા), પાત્રો ધોયા પછીનું પાણી, કફ, થંક વગેરેને એવી રીતે પરઠવશે, જેનાથી પૃથ્વીકાયાદિક જેનું હનન થાય ઉપરથી પાણી માનું તથા બીજા સ્નિગ્ધ અને ક્ષારવાળા સાબુના પાણીને નીચે ફેકનાર મુનિ ભાવદયા વિનાને માટે જ ઉપયોગ રહિત હોવાથી નીચે ફેંકતા પાણીથી પૃથ્વીકાયને હશે. ત્યાં રહેલા કીડી–મંકડા વગેરે ત્રસ જીવેને પણ મારશે અને ફેંકતા પાણી વડે માખી-મચ્છર વગેરે અને મારશે.
અપૂકાય અને અગ્નિકાયના જીવો પ્રત્યે ઉપયોગ રહિત મુનિ તેમના આરંભ પ્રત્યે પણ બેધ્યાન વિનાને હોય છે. શરીરને સુખાકારી અણગાર ઠંડી હવા માટે ખાસ આગ્રહ રાખશે, અને સરસ, પુષ્ટિકારક, વીર્યવર્ધક, ફળ આદિ વનસ્પતિના આરંભમાં પણ સક્રિય રહેશે.
મુનિવેષને ધર્યા પછી તે મુનિને સ્વાધ્યાય બળ, તપશ્રર્યાબળ અને ગુરૂગુલવાસ પ્રત્યે આગ્રહ રાખે જોઈને હતા. પણ આશ્રવના માલિકનું સ્વાધ્યાય બળ હંમેશા કમજોર હોય છે. તપશ્ચર્યાબળ પણ શિથિલ હોય છે. અને ગુરૂકુલવાસ તે તેમને માફક પણ આવે તેમ નથી.
કારણ કે ઉપરના ત્રણે માર્ગે સંવર ધર્મવાલાનેજ અનુકુલ હોય છે.