________________
૨૮૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ અનુક્રમે જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાળોદધિસમુદ્ર, પુષ્કરદ્વીપ પુષ્કર વરસમુદ્ર વરૂણવરદ્વીપ, વરુણદસમુદ્ર, ક્ષરવરદ્વીપ, ક્ષીર દસમુદ્ર કૃતવરદ્વીપ, ધૃતદસમુદ્ર ઇક્ષુવરદ્વીપ ઇસુવરદસમુદ્ર, નન્દીશ્વરદ્વીપ નન્દીશ્વરસમુદ્ર, અરૂણુવરદ્વીપ અરૂણવરસમુદ્ર એ પ્રમાણે રાા સાગરોપમના જેટલા સમય થાય તેટલી જ સંખ્યા પ્રમાણના દ્વીપ અને સમુદ્ર જાણવા.
છેલ્લામાં છેલ્લે સ્વયંભૂરમણસમુદ્ર છે. આ સમુદ્ર પછી પણ અલ્પ પ્રમાણમાં ચારે ખૂણે પૃથ્વી છે. પછી વાતવલી છે અને તિર્યફલેક સમાપ્ત થાય છે.
આ દ્વીપ અને સમુદ્રની ચડાઈ આગે ડબલ (દ્વિગુણિત) છે. જેમ જમ્બુદ્વીપ એક લાખ એજનને છે. લવણસમુદ્ર તેનાથી ડબલ એટલે બે લાખ એજનને છે. ધાતકીખંડ ચાર લાખ એજનનો છે. આ પ્રમાણે ઠેઠ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી જાણવું
જમ્બુદ્વીપ ચારે બાજુ લવણસમુદ્રથી ઘેરાયેલું છે અને લવણસમુદ્ર ઘાતકીખંડ નામના દ્વીપથી ઘેરાયેલું છે.
આમ સૌના સ્થાન નિયત છે. લાખાજનવાલા જમ્બુદ્વીપ ની મર્યાદા પૂરી થતાંજ બે લાખ જનને લવણ સમુદ્ર છે અને એની મર્યાદા પૂરી થતાં જ ચાર લાખ જનને ધાતકી ખંડ છે. આમ ઠેઠ સુધી ઘટાવી લેવું.
એક જન ચાર કેશ (૮ માઈલ)ને હોય છે પણ આ માપ ઉભેધાંગુલથી જાણવું જ્યારે આનાથી પ્રમાણાંગુલ પાંચ ગુણ વધારે હોય છે માટે પ્રસ્તુતમાં ૧ એજનના ૨૦૦૦ કેશ સમજવાં.