________________
શતક-૩નું ઉદ્દેશક–૩]
[ ર૭૩ તેના મૂળીયાઓને ઉખેડતા જ આગળ વધતો જાય છે. ત્યારે ગમે તેવા જીવલેણ નિમિત્તો મળવા છતાં એ આત્માને ચલાય. માન કરવામાં કઈ પણ સમર્થ નથી બનતે. “હત! રે ભૂંડા! સંયમ લીધા પછીવમન કરાયેલી વસ્તુઓને ભેગવવાની ઈચ્છા કરતાં શરમ નથી આવતી.” આમ ક્ષેપક માર્ગે સીધાવેલા રાજી મતીજીના સંયમને આપણે શી રીતે ભૂલી શકવાના છીએ. આ પ્રમાણે નંદક મુનિ પણ ઘાણીમાં પલાતા પાંચસો સાધુઓના આરાધક બન્યા છે. ઉપશમ શ્રેણીથી નીચે પડીને પાછા ઉપર આવનારા નન્દિષેણ મુનિ, અણિક મુનિ, પ્રસન્નચન્દ્ર રાજર્ષિ વગેરે આપણી આંખોની સામે જ તસ્વરે છે.
આ ૧૧-૧૨ મા ગુણઠાણાનાં ભાગ્યશાલીઓ તથા ૧૩ માં ગુણઠાણાને શેભાવનાર કેવળી ભગવંતેને પણ પોતાના ભાષાવર્ગણના મુદ્દગલાને ખપાવવાં માટે દેશના આપવી પડે છે.
તે વખતે તેમના મન-વચન અને કાયા ક્રિયા કરતાં હેવાથી ઐયંપથિકી કિયા તેમને હેાય છે. અને આ ક્રિયાને લઈને પ્રતિક્ષણે સાતવેદનીય કર્મને બાંધનારા છે. “સાતાબાંધે’ કેવળી રે મિત્તા! તેરમે પણ ગુણ ઠાણે રે.
કહ્યું છે કે આત્મામાં આત્માવડે સંયમિત થયેલા અણગારે ઉપયોગ પૂર્વક ગમન કરનારા, ઉભા રહેનારા, સુવાવાલાં તથા સાવધાની પૂર્વક ઉપકરણેને ગ્રહણ કરનારા તથા મૂકનારા હોય છે. માટે તેમને એયપથિકી ક્રિયા હોય છે. જે પ્રથમ સમયે બંધાય છે. બીજા સમયે અનુદાય છે અને ત્રીજી : સમયે ક્ષય થાય છે.