________________
૨૭૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ નથી. જ્યારે તે સગડી ઉપર ઠંડા પાણીની ડોલ નાખવામાં આવે ત્યારે અગ્નિનું અસ્તિત્વ જ નાશ પામતાં કેઈને પણ ભય રહેતું નથી. તેવી જ રીતે આત્મકલ્યાણની ભાવના છે, ગુરૂકુલવાસ છે, સ્વાધ્યાય બળ છે, તપશ્ચર્યા શકિત છે, તો એ પોતાના અંતર આત્માની ચાલ ઢીલી હોવાના કારણે કર્મોના મૂળીયાને દબાવતે દબાવતે એક પછી બીજું ગુણઠાણું મેળવીને ઠેઠ ૧૧મા સુધી પહોંચી જાય છે. પણ વચમાંજ સત્તામાં પડેલા કર્મોના કારણે ચિત્રવિચિત્ર નિમિતો મલતા આત્મામાં ચલાયમાનતા આવતાં વાર લાગતી નથી. નેમિનાથ ભગવાનના ભાઈ રહનેમીએ યદ્યપિ દીક્ષા લીધી છે પણ મનમાં રાજીમતી મને પરણી હોત તે સારૂ રહેત” આવા પ્રકારનું શલ્ય રહી ગયું હતું. ફળસ્વરૂપે એકાન્ત સ્થાનમાં રાજીમતીને જેતા જ ચલાયમાન થતા વાર લાગી નથી. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ પણ બાહ્ય નિમિત્તાથી ચલાયમાન થયા છે અને નર્દિષેણ મુનિના વૈરાગ્યમાં કેટલી તીવ્રતા હતી? “દેવેએ ભલે આકાશ વાણી કરી પણ મારે ફસાવું જ નથી. અને તે કારણેથી હજારે માઈલ દૂર રહીશ.” તદર્થે ઉગ્ર તપયામાં પોતાનું લેહી, હાડક, માંસ વગેરે સુખવી દીધા હતાં પણ આ વૈશ્યા એના મનમાં શું સમજે છે.” આમ તપશ્ચર્યાનો મદ જે મોહરાજાને સશક્ત સુભટ છે, બસ ? ખેલ ખતમ, અન્ત વેશ્યાવાસી બન્યા છે. અને શાલીભદ્રજીનાં વૈરાગ્યમાં કોઈને પણ શંકા હોઈ શકે છે? પણ આજે તે “મારા માતાજીના હાથે પારણું થશે અને શ્રેણી ચૂકી જવાથી મોક્ષ મેળવી શક્યા નથી. ઈત્યાદિ અગણિત ઉદાહરણે શાસ્ત્રોમાં સંગ્રહાયેલા પડયાં છે. સૌમાં એક જ તત્ત્વ કામ કરી રહ્યું છે અને તે “સત્તામાં પડેલા કર્મોના બીજ.” ત્યારે બીજો સાધક પ્રારંભમાં કર્મોના બીજને બાલતો અને