________________
શતક-૩નું ઉદ્દેશક–૩)
[૨૭૧ ખસતી નથી. માટે જ છેડે પણ પ્રમાદ આ ગુણઠાણાના માલિકને નીચે પાડે છે. જે ચરમ શરીરી હશે? તે નીચે પડીને પણ પાછા ક્ષપકશ્રેણીનો આધાર લઈને ઘાતી કર્મોને ક્ષય કરવાં માટે ભાગ્યશાલી બનશે. અન્યથા ગુણઠાણાનો કાળ પૂરે થયે. જે પતન પામે તો યાવત્ પ્રથમ ગુણઠાણે પણ પાછો જઈ શકે છે અને આયુષ્ય ક્ષચે પતન પામે તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં અવતાર પામીને બીજા ભવે મેક્ષ જશે.
જે તે સાધક ચરમ શરીરી ન હોય તો કર્મોના નાશ માટે એકજ છઠ્ઠ તપ શેષ રહી જાય છે અથવા સાત લવ જેટલું : આયુષ્ય ઓછું હોય છે ત્યારે જ તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં વિશ્રાન્તિ લેશે. પરંતુ મેક્ષ મેળવી શકતા નથી.
હવે ૧૨મું ગુણસ્થાનકક્ષીણ મેહ’નું છે. જયાં અનાદિકાળના પ્રવાહરૂપે આમા સાથે ચૂંટેલા ઘાતિ કર્મો પણ આત્માને હાથ જોડીને કહે છે કે ભાઈ ! તમારાથી અમે હાર્યા છીએ. અર્થાત ઘાતિ કર્મોને ક્ષય કરીને આત્મા કર્મોના પાંજરામાંથી છૂટો થાય છે. અને કેવળજ્ઞાન મેળવીને ૧૩મા ગુણઠાણે બિરાજમાન થઈને જીવ માત્રને સદુપદેશ આપે છે. મોક્ષમાં જવાની બે શ્રેણિ
આ ભવમાં મોક્ષમાં જવાની ચેગ્યતાવાલા બે પ્રકારના જ હોય છે કેમકે આત્માની શકિત જુદી જુદી હેવાના કારણે એક જણ ઉપશમ માગે પ્રસ્થાન કરે છે. જ્યારે બીજે સાપક માર્ગ સ્વીકારે છે. બળતી સગડી ઉપર જેમ રાખનો ઢગલો નાખવાથી અગ્નિ દબાઈ જાય છે, પણ હવાને લઈને સખ ઉડી જતાં અગ્નિદેવ પિતાનું કામ કર્યા વિના રહેતા