________________
૨૭૦ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આત્મામાં ઉદ્ભવે અને છેલ્લા શ્વાસોશ્વાસ સુધી પણ તેને અંત ન થાય તે અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે.
મિથ્યાજ્ઞાનને લઈને જાતિ–લાભ–કુળ આશ્ચર્ય—બળ—રૂપ, -તપ અને શ્રત (શાસ્ત્રીયજ્ઞાન)નું અભિમાન આવ્યું તે જીન્દગીના છેલ્લા સમય સુધી પણ મટે નહીં તે તે અનંતાનુબંધી માન કહેવાય છે.
માયા પ્રપંચ વકતાને વશ થઈને પૂરી જીન્દગી સુધી સંસારમાં રચ્યાપચ્યાં રહે અને કૂડકપટની જાળમાંથી બહાર નીકળે જ નહી તે અનંતાનુબંધી માયા કહેવાય છે.
પુત્રલોભ-ધનભ-પરિગ્રહભ-ઈજ્જત લેભ–પ્રતિષ્ઠા લેભ આદિમાં ફસાઈને આજીવન ભાંધ બને તો તે માનવ અનંતાનુબંધી લોભને માલિક બનશે.
આ ચાર કષા સાથે મિથ્યાત્વ મેહનીયની ત્રણે પ્રકૃતિઓ કાળલબ્ધિને લઈ જ્યારે ક્ષય પામે અથવા શાન્ત થાય ત્યારે આત્માને “સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, જે ચોથું ગુણસ્થાનક કહેવાય છે.
અવિરતિને ભગાડયા પછી જ વિરતિ નામનું પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે,
સર્વીશે–અવિરતિના અભાવમાં છઠું પ્રમત્ત ગુણસ્થાનક મેળવાય છે.
આ પ્રમાણે મેક્ષ પ્રાપ્તિના ચૌદ ગુણસ્થાનક કહેવાય છે અને તેને આત્મા પોતાની શકિત વડે જ મેળવી શકે છે.
- ૧૧મું ગુણસ્થાનક ઉપશાંત નામે છે જ્યાં મેહનીય કર્મની ઘણી પ્રકૃત્તિઓ ઉપશાંત થાય છે પણ સત્તામાંથી