________________
ર૭૬]
[ભગવતીસૂત્ર સાર સંગ્રહ આ પછી પ્રમત્ત અને અપ્રમત્ત સંયતના સમય સંબંધી કહે છે કે–પ્રમત્ત સંયમને પાળતા પ્રમત્ત સંયમીને બધે. મળીને પ્રમત્ત સંયમ-કાળ એક જીવને આશ્રી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશેાનપૂર્વકેટિ; અને અનેક જીવને આશ્રી સર્વકાળ પ્રમત્ત સમયકાળ છે.
આવી રીતે અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્તસંયમીને બધો સમય મળીને અપ્રમત્ત સંયમકાળ એક જીવને આશ્રીને જઘન્ય અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટ દેશનપૂર્વકેટિ, અને અનેક જાતના જીને આશ્રીને સર્વકાળ અપ્રમત્ત સંયમ કાળ છે, ઉ૪
કમેની દુભેઘ ગ્રન્થિ
૪૪ બંધાયેલા કર્મો અને પ્રતિક્ષણે બંધાતા કર્મોના કારણે અનંતશકિતના માલિક એવા આત્માની અવસ્થા એટલી બધી કમજોર થઈ જાય છે કે જેને લઈને તે પોતાનું સ્વરૂપ પણ જાણી શકતો નથી. અને એક ગતિમાંથી બીજી ગતિમાં રખડ્યા કરે છે. વિવેક રહિત, માટે જ ભાન વિનાને આત્મા બોલવામાં ચાલવામાં, ખાવામાં તથા ઉઠવા બેસવામાં ઘણું જ સાથે મેહ માયાની ચેષ્ટાઓ કયાં કરે છે, જેને લઈને અત્યન્ત મલીન તથા કિલષ્ટ બનેલી રાગદ્વેષની દુર્ભેદ્ય ગ્રન્થિને તેડવામાં સમર્થ બનતું નથી.
એક ગામથી બીજા ગામ જવા માટે ત્રણ માણસે ઘેરથી નીકળ્યા. પણ બહાર ગામ જતા જ જંગલ, ઝાડી, નદી નાળા વગેરેને જોયા પછી એક ભાઈ તે હું લુંટાઈ જઈશ તો? આ ભય ઉત્પન્ન થતાં જ બંને મિત્રોને સાથ છોડીને