________________
૨૨૬]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ તેણે પિતાના કપાળે ભવાં ચઢાવી બલિચંચા રાજધાની પ્રત્યે જોયું. પિતાના દિવ્ય પ્રભાવ વડે તે વખતે બલિચંચા અંગારા જેવી થઈ ગઈ. આગના કણિયા અને રાખ જેવી થઈ. બલિચંચામાં રહેનારા અસુરકુમારે ખૂબ ભય પામ્યા. અત્યન્ત દુઃખી થયા. ત્રાસ પામ્યા. ચારે બાજુ નાસવા–ભાગવા લાગ્યા. તેમણે ઉપગ આપી જોયું કે આ તે ઈશાનેન્દ્રના કેપનું પરિણામ છે. ત્યારે બધા અસુરકુમારેએ ઈશાનેન્દ્રને ખૂબ ખૂબ પ્રાર્થના કરી. ખૂબ ખૂબ ક્ષમા યાચી, એની શક્તિનાં વખાણ કર્યા. તે પછી ઈશાનેન્દ્ર બલિચંચા ઉપર મૂકેલી તેની વેશ્યા પાછી ખેંચી લીધી. છે ત્યારથી લઈને બલિચંચામાં રહેનારા અનેક અસુરકુમાર દેવ અને દેવીઓ તે ઈશાનેન્દ્રને આદર, સેવા વગેરે કરે છે, અને ઈશાનેન્દ્રની આજ્ઞામાં, સેવામાં–-આદેશમાં રહે છે. શકે અને ઈશાનની તુલના
આ ઈશાનની સ્થિતિ બે સાગરેપમથી કંઈક અધિક છે. અને દેવકથી અવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ ત્યાંથી સિદ્ધ થશે.
શકેન્દ્ર વિમાને કરતાં ઈશાનેન્દ્ર વિમાને કંઈક ઊંચા છે. કેન્દ્ર, ઈશાનેન્દ્રની પાસે આવવાને સમર્થ છે, અને જ્યારે તે આવે છે ત્યારે તેને આદર કરતે આવે છે. નહિં કે અનાદર પૂર્વક આવી જ રીતે ઈશાનેન્દ્ર શક્રેન્દ્રની પાસે પણ જઈ શકે છે. જ્યારે તે શક્રેન્દ્ર પાસે આવે, ત્યારે આદર કરતો ય આવે અને અનાદર કરતે ય આવે. શક્રેન્દ્ર શાનેન્દ્રની ચારે બાજુએ બધી તરફ જેવાને સમર્થ છે. એમ ઉપર પ્રમાણે–