________________
૨૩૦]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
જાય છે. અસુરકુમારે તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પણ ગયા છે, જાય છે અને જશે તો નંદીશ્વરદ્વીપ સુધી જ. આવી જ રીતે તેઓ ઊંચે અચુત દેવલોક સુધી જવાનું સામર્થ્ય રાખે છે, પરતું ગયા છે, જાય છે ને જશે તે સૌધર્મકલ્પ સુધી જ. તે અસુરે ત્યાંના આત્મરક્ષક દેવને ત્રાસ ઉપજાવે છે અને તેમના રને લઈ નાશી જાય છે. રત્નને લઈ ગયા પછી તેઓ વૈમાનિકો દ્વારા ખૂબ વ્યથા ભેગવે છે. આ અસુરકુમારેને જે ઉપરના દેવેની
પહેલા અને બીજા કલ્પના દેવ અવધિજ્ઞાનથી નીચે પહેલી નરક ભૂમિને જોઈ શકે છે. તિરછુ અસંખ્યાત લાખ એજન સુધી જુએ છે ઉપરમાં પોતાના વિમાન સુધી જુએ છે. ત્રીજા અને ચોથ કલ્પના દેવો નીચે બીજી નરક સુધી અને તિરછું અસંખ્યાત લાખ જન સુધી, અને ઉપરમાં પોતાના વિમાન સુધી જુએ છે પાંચમા અને છઠ્ઠા કલ્પના દેવો ત્રીજી નરક સુધી જુએ છે. સાતમા તથા આઠમા કલ્પના દેવ ચોથી નારક સુધી જુએ છે. નવમા-દસમા અગીયારમાં અને બારમા કલ્પના દેવે પાંચમી નરક સુધી જુએ છે અને ઉપરમાં પોત પોતાના વિમાન સુધી જુએ છે. આથી જણાય છે કે પિતપોતાનાથી ઉપરના ઉપરના દેવામાં આયુષ્ય, કર્મની સ્થિતિ, પ્રભાવ, શરીર, કાતિ, લેશ્યાઓ, વિષયગ્રહણની શકિત, અને અવધિજ્ઞાનની મર્યાદા વધારે હોય છે. પર તુ ગતિના વિષયમાં, શરીરની ઉંચાઈ આદિમાં, પરિગ્રહના વિષયમાં તથા અભિમાનમાં, ઉચ્છવાસમાં, આહારવેદના, ઉપઘાત અને અનુભાવના વિષયમાં તે ઉપરના દેવે હીન હોય છે. તે આ પ્રમાણે