________________
૨૬૨]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આ એક સત્ય હકીકત છે કે “કારણ પહેલા અને કાર્ય પછી જ હોય છે.
વેદના શા માટે ભગવાય છે? વેદના કયાંથી આવી? મેં કેઈનું ખોટું કર્યું નથી છતાં પણ મને જ આ પ્રમાણે શા માટે ભેગવવું પડે છે. આમાં ગમે તે કારણે પણ વેદના ભેગવાય છે, આ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. ત્યારે હવે કારણ જ ગતવાનું રહ્યું તે આ કારણે કર્મ છે. જે કર્મને બીજા દર્શનકારે એ માયા, વાસના, અદષ્ટ, ઈશ્વર આદિની કલ્પના કરી છે. ગમે તે હોય પણ વેદનાના મૂળમાં, કંઇક કારણ જરૂર છે માટે કહેવાય છે કે કર્મ કારણ પહેલા છે. અને વેદના (ફળ) પછી જ હોય છે.
કર્મો શાથી થયા? શાથી બંધાયા? આના જવાબમાં પણ “કિયાજન્ય કર્મ હોય છે. અર્થાત્ શુભ કે અશુભ પ્રકારે માનસિક વાચિક અને શારીરિક ક્રિયા જે કરાય છે ત્યાં ચોકકસ કમ બંધન છે.
માટે કિયાજન્ય કર્મ અને કર્મજન્ય વેદના હોય છે. મુનિ વેષને ધારણ કર્યા પછી પ્રમાદને વશ થઈને મુનિરાજે પણ ઉપયોગ શૂન્ય બનીને ખાવાની પીવાની, ગમનાગમન કરવાની સુવા, ઉઠવાની, ક્રિયાઓ કરશે તે ચોક્કસ રીતે ભગવતી સૂત્ર સાક્ષી આપે છે કે તે મુનિરાજે પણ કર્મને બાંધશે. અને તેમને માટે પણ સંસારનું ચક્કર સદૈવ તૈયાર
આ પ્રમાણે બાંધેલા કર્મો આત્મા સાથે કેટલાં કાળ. સુધી રહેશે ? અને બાંધ્યા પછી કેટલે કાળ વીત્યા પછી ઉદયમાં આવશે ? એ પણ જરૂરી હોવાથી જાણી લઈએ.