________________
૨૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ - મહાવીર સ્વામી પરમાત્માની જ વાત કરીએ. મેટા અને છેલ્લા સત્તાવીશ ભવની અપેક્ષાએ અઢારમાં ભાવમાં શ્રેયાંસનાથ ભગવાનના શાસનમાં ભગવાન મહાવીર સ્વામીને જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવના અવતારને પામ્યો હતો, ત્યાં ૮૪ લાખ વર્ષનું આયુષ્ય હતું. તેમાં ૮૩ લાખ અને ૪૯ હજાર વર્ષ સુધી તેમણે વાસુદેવ પદને ભેગવ્યું હતું. તે સમયે શય્યાપાલકના કાનમાં અતિરોષે ભરાઈને ગરમાગરમ શીશું (કથીર) રેડાવ્યું હતું તે સમયે નિકાચિત બાંધેલું અસાતા વેદનીય કર્મ નવભવ પછી અર્થાત્ કર્મના બંધ થયા પછી ૮૦ સાગરોપમ ઉપર બે કરોડ લગભગ વર્ષો વીત્યા પછી મહાવીર સ્વામીના. ભવે ગેવાલાએ કાનમાં ખીલા ઠોક્યાં તે રૂપે ઉદયમાં આવ્યું છે. આ કર્મ બાંધ્યા પછીની વિગત આ પ્રમાણે છે.
૧૮મા ભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. જ્યાં ૮૩ લાખ વર્ષને સમય હતે.
૧લ્મા ભવ સાતમી નરકનો છે જ્યાં ઉત્કૃષ્ટ ૩૩ : સાગરોપમનું આયુષ્ય છે.
૨૦મા ભવે સિંહના અવતારને પામ્યા છે.
૨૧મા ભવે ચોથી નરકમાં જાય છે જ્યાં ૧૦ સાગરોપમની આયુષ્ય મર્યાદા છે.
૨૨મા ભવમાં વિમલરાજકુમાર તરીકે થાય છે.
૨૩મા ભવમાં પ્રિય મિત્ર ચકવત થાય છે, જ્યાં ૮૪ લાખ વર્ષને સમય છે.
૨૪મા ભવમાં શુક નામે દેવલોકમાં અવતરે છે જ્યાં ૧૭ સાગરોપમનું આયુષ્ય છે.