________________
શતક-૩ નું ઉદ્દેશક-૩]
[૨૪૭ શસ્ત્રોના જુદા જુદા વિભાગેને મેળવીને-જેડીને એક શસ્ત્રરૂપે બનાવાય તે સજનાધિકરણિકી ક્રિયા કહેવાય છે. અને નવા શસ્ત્રો બનાવવાં, તે માટે કારખાના ખોલવાં, અને શસ્ત્રો વેચવા તેને નિર્વતૈનાધિકરણિકી ક્રિયા કહેવાય છે.
કર્મબંધનના કારણરૂપ આત્માના પરિણામમાં શ્રેષમત્સર વશ અકુશળતા લાવવી તે પ્રાષિકી ક્રિયા કહેવાય છે. બીજાને પીડા ઉપજાવવા રૂપ પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. અને બીજાના પ્રાણને હણવારૂપ પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. જે જીવો શૈલેશી અવસ્થાને પ્રાપ્ત નથી થયા તે સંગી હોવાના કારણે સક્રિય હોય છે, પણ નિષ્ક્રિય હોતા નથી, દશ પ્રકારના પ્રાણેને મારવાને માનસિક ભાવ પણ પ્રાણતિપાતિકી ક્રિયાને સૂચવે છે. રાજસૂત્ર નય પ્રમાણે પણ હિંસાના અધ્યવસાય-પરિણામ જ્યારે વર્તતા હોય છે ત્યારે તે સાધક આ ક્રિયાને માલિક બને છે. કેમકે “આપણે આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે.” માટે માનસિક વિચાર ધારામાં હિંસાના અધ્યવસાય ઉદ્ભવતાં જ હિંસક અવસ્થા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. મારવાને અધ્યવસાય જીવના વિષયમાં જ સંભવી શકે છે, જેમકે સપકારે સ્થિત દોરડાના વિષયમાં આપણને જ્યારે સર્ષબુદ્ધિની બ્રાન્તિ થાય છે ત્યારે હાથમાં લાકડી લઈને સર્પને મારવાના. ઈરાદાથી જ લાકડીને ઉપયોગ કરીએ છીએ. મધપિ તે સર્પ નથી, તેમ કેઈ મરતું પણ નથી. તેમાં આપણે તો સર્પ સમજીને જ ક્રિયા કરીએ છીએ. લાટના બનેલ૮ કુકડ કે બકરાને મારતાં પણ અધ્યવસાયે તે સાચા કુકડા કે બકરાને જ મારવા જેવો હોય છે.