________________
૨૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ આશ્રવ માર્ગને સમજવાને માટે આ વિષયને બીજા પ્રકારે પણ આપણે સમજી લઈએ. યદ્યપિ કરાતી ક્રિયાઓ વડે કર્મબંધન સામાન્ય જ હોય છે, તો પણ તે ક્રિયામાં યદિ તીવ્રભાવ-જ્ઞાતભાવ અને અધિકરણ વિશેષની સહાયતા મળી જાય તે કર્મબંધનમાં તીવ્રતમતા આવ્યા વિના રહેતી નથી. અધિકરણની વિશેષતા લઈને કર્મબંધનમાં વૈચિત્ર આવે છે. તે અધિકરણ બે ભેદે છે. જીવાધિકરણ અને અછવાધિકરણ અને બન્નેના દ્રવ્યાધિકરણ અને ભાવાધિકરણ રૂપે બે ભેદ છે. કમબંધનમાં જીવ અને અજીવનું સાહચચ્ચ અનિવાર્ય છે. એટલે જીવ કે એકલે અજીવ કંઈ પણ કરી શકો નથી. જીવાત્મા જે કર્મ બાંધવા માટે તૈયાર થયેલ છે તે તથા જે સાધનથી કર્મ બાંધે છે તે દ્રવ્યાધિકરણ છે.
જ્યારે તેજ જીવાત્માના કષાયવશ તીવ્ર પરિણામ અને તલવાર આદિ તીક્ષણ શસ્ત્રશકિત. આ બંને ભાવાધિકરણ છે. તેવી જ રીતે વિષયવાસનાને વશ થઈને મૈથુન કર્મને તીવ્ર પરિણામ અને તે જ ક્ષણે અનુકૂલ થયેલી સ્ત્રી, અથવા મૈથુન ભાવથી તીવ્ર પરિણામવાળી સ્ત્રી અને તે જ સમયે અનુકૂલ થયેલે પુરુષ આ બંને ભાવાધિકરણ છે. એને અર્થ એ થર્યો કે જીવની શુભ કે અશુભ પ્રવૃત્તિમાં સહાયક બનનાર દ્રવ્ય જે અવસ્થામાં વર્તમાન હોય તે ભાવાધિકરણ છે.
હવે દ્રવ્યાધિકરણના દશ ભેદરૂપે દશ શસ્ત્ર કહેવાય છે. ૧. તલવાર આદિ વડે બીજા જીવોના હાથ-પગ-કાન-નાક
અંડકોષ આદિને કાપવા.