________________
૨૪૬ ]
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ પહેલી કિયા દેશવિરત અને સર્વ વિરતને હોતી નથી. કેમકે પાપ ક્રિયા બે પ્રકારે થાય છે. એક તે પાપી પેટને માટે, કુટુંબ નિવાંહેને માટે, વ્યવહારધર્મને સાચવવા માટે, અનિવાર્યરૂપે (એટલે કે જેને ત્યાગ ગૃહસ્થ શ્રાવક કરી શકે તેમ નથી) કરાતા વ્યાપાર, ખાનપાન, પાણિગ્રહણ, વગેરે કાર્યો કરવા જ પડે છે. જ્યારે બીજા પ્રકારનું પાપ નિરર્થક પાપ કહેવાય છે “કેલસાની દલાલીમાં કાળા હાથ” અથવા “વિન ખાધે વિન ભેગળે ફેગટ કર્મ બધાય” તેમ નિરર્થક પાપને સમજી ત્યાગ કરવાના ઈરાદાથી જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ત્યાગ કરનારા, અને ત્યાગ કરેલા પાપને ફરીથી નહી સેવવા માટે જાગૃત રહેતા શ્રાવકને પણ આ અનુપરતકાયિકી ક્રિયા લાગતી નથી. શ્રાવક ધર્મના બાર વ્રત નિરર્થક પાપને ત્યાગ કરવા માટે અને પાપી પેટ માટે કરાતા પાપમાં પણ મર્યાદા કરવા માટે જ હોય છે. તે પછી સર્વે પાપના દ્વાર બંધ કરી મહાવ્રતને પાલનાર મુનિરાજને તો આ કાયિકી અનુપરત ક્રિયાની સંભાવના હોઈ શકે જ નહીં.
બીજી દુષ્પયુકતકાયિકક્રિયા–તેને કહેવાય છે કે મોહવશ પ્રમાદવશ બની શરીરને પાપ માર્ગે પ્રવર્તવાવું તે દુપ્રયકૃત ક્રિયા કહેવાય છે, આ ક્રિયા છઠ્ઠા ગુણઠાણાના માલિક પ્રમા સંયમીને પણ હોઈ શકે છે. કેમકે આ સ્થાનકે પ્રમાદની મુખ્યતા છે જેને લઈને જ્ઞાનસંજ્ઞા પર આછું પાતલું આવરણ આવી જાય છે અને શરીર સંચાલનમાં ખ્યાલ રહેતું નથી.
અધિકરણમાં અને અધિકરણવડે થતી ક્રિયાને અધિકરણિકી ક્રિયા કહેવાય છે. જેના વડે જીવ નરકાદિ ગતિને માલિક બને તે અધિકરણ કહેવાય છે. પહેલાના બનેલા