________________
૨૩૪]
ભગવતીસૂત્ર સારસંગ્રહ.
છેવટે પેાતાની વસ્તુઓ—ચાર ખાનાનુ પાત્ર, કુંડી, પાવડી વગેરે એકાંતમાં મૂકી વેલેલ સન્નિવેશના અગ્નિ ખૂણામાં અધ નિતક મંડળનું આલેખન કરી, પાદોપગમન નામના અનશન પૂર્વક દેવગત થયા.
આ વખતે ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થાવસ્થામાં હતાં દીક્ષા લીધાને અગીયાર વર્ષ થયાં હતાં. ભગવાન છઠ્ઠું છઠ્ઠના પારણે તપસ્યા કરતા વિચારતા હતા. તેઓ સુસુમાપુર નગરના અશેાકવન ખંડમાં પૃથ્વીશીલા પટ્ટક ઉપર પધારીને અઠ્ઠમની તપસ્યા કરી ધ્યાનસ્થ અવસ્થામાં એક રાત્રીની માટી માટી પ્રતિમા સ્વીકારી વિરાજ્યા.
ઉત્તરાત્તર દેવામાં સુખ વધારે હાવાનું આ પણ કારણ છે કે તેમને શ્વાસેાશ્વાસ અને આહારાભિલાષ એઠા છે.
‘પરિગ્રહની માયામાં મસ્ત બનેલાને, વિષયવાસનાના ચિન્ત વનવાલાને, ભાગવિલાસની મર્યાદા તાડવાવાલાને,વધારે આહાર અને નિદ્રાના માલિકને, તથા ઉતાવલથી કાર્ય કરવાની આદતવાલાને શ્વાસેાશ્વાસ વધારે લેવા પડે છે, માટે જ તેમની આયુષ્યક ની મર્યાદા આછી હાય છે.”
વેઢના—દેવતાઓને અસાતવેદના પ્રાયઃ કરીને નથી. કદાચ હાયતા અન્તર્મુહૂત પૂરતી જ હેાય છે. અને સાતવેદના વધારે હાય છે. તે પણ છ મહિના સુધી એક સરખી હૈાય છે. પછી અન્તમુહૂ તને માટે છૂટી જાય છે અને ફરીથી સાત વેદનાના અનુભવ થાય છે.
ઉપપાત——અન્ય લિંગી મિથ્યાદષ્ટિ જીવાત્મા પણ ખારમાં દેવવેક સુધી જઈ શકે છે. જૈન લિંગવાળાને અર્થાત્ દ્રવ્યલિ ગી હાય છતાં મિથ્યાદ્રષ્ટિ હેાય તેા તે નવગવયક સુધી જાય છે.