________________
[૨૨
શતક-૩ નું ઉદ્દેશક–૧] સંકલ્પ કરાવવાનો વિચાર કર્યો. આ દેવ દેવીઓ તામી પાં આવ્યાં. પિતાની દિવ્ય સમૃદ્ધિ વડે બત્રીસ પ્રકારનાં નાક વિધિ બતાવ્યાં. પછી તેને નમી, વાંદી પ્રદક્ષિણા દઈ, બલિ ચંચાના ઈન્દ્ર થવા માટે પ્રાર્થના કરી. અને એવા પ્રકાર નિયાણું બાંધવાનું કહ્યું. તામલીએ આ વાત સ્વીકારી નહિ તે મૌન રહ્યો, ત્યારે પેલા દેવદેવીઓએ બીજીવાર-ત્રીજીવા એમ પ્રાર્થના કરી. પણ તામલીએ કંઈપણ જવાબ ન આપ્યો આખરે તે દેવદેવીઓ થાકીને પોતાના દેવલોકમાં બલિચંચામ ચાલ્યા ગયા.
તે પછી તામલી સાઠ હજાર વર્ષ પિતાની દીક્ષા પાળીને બે માસની સંલેખના કરીને કાળ કરી ઈશાન–કલ્પમાં ઈશાદેવેન્દ્રપણે ઉત્પન થયે, આ વખતે ઈશાન દેવલોકમાં પણ ઈન્દ્ર અને પુરોહિતનાં સ્થાન ખાલી હતાં. - બલિચંચાના દેવદેવીઓએ જ્ઞાનથી જોયું કે-તીમલી મરીને ઈશાનમાં ઈન્દ્ર થયો છે. અને તેનું મડદુ જયાં મળે ત્યાં છે. એટલે તેઓ ક્રોધી થઇને મડદા પાસે આવ્યા, ને એને ડાબે પગે દોરડી બાંધી, તેના મોંમાં ત્રણ વાર થંકયા. એટલું જ નહિ પરંતુ તામ્રલિપ્તી નગરીમાં બધે ઠેકાણે તે મડદાને ઘસેડીને ફેરવ્યું. એ શરીરની ખૂબ નિંદા કરી. ખૂબ હેલણા કરી. તેને મારી પીટી અને કદર્થના કરી પછી તે મડદાને એકાન્તમાં નાખી ચાલ્યા ગયા.
મડદાની આ હેલણ–કદર્થના- નિંદા થતી હતી, એ વાત ઈશાન દેવલોકના દેવદેવીઓને પોતાના જ્ઞાનથી જોઈ એણે ઈશાનેન્દ્રને આ વસ્તુ નિવેદન કરી. ઈશાનેર વિત