________________
“શતક ૩ જા ઉપર સંપાદકનું પુરવચન
ભગવતીસૂત્રની જયકુંજર હાથી સાથે
સરખામણી
સૂર્ય અને ચંદ્ર વિનાનું આકાશ કદિ સાંભળ્યું નથી, મતલબ કે રહ્યું નથી. કારણ કે સંસાસ્ના અમુક પદાર્થો શાશ્વતા છે. તે જ પ્રમાણે દ્વાદશાંગી (જૈનવાણી) પણ શાશ્વતી છે. બારે અંગોમાં વિસ્તૃત થએલી ભગવાન મહાવીર સ્વામીની વાણીના પાંચમા અંગરૂપ “ભગવતી સૂત્ર સુપ્રસિદ્ધ અને સર્વ શ્રેષ્ઠ છે. દેવ, દાનવ તથા માનવોથી વંદિત છે. શાસ્ત્રમાં ભગવતી સૂત્ર (અપર નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, વિવાહ પતિ) ને જયકુંજર હાથીની ઉપમા આપવામાં આવી છે. હાથીઓમાં જયકુ જ૨ નામને હાથી સર્વ શ્રેષ્ઠ છે. તેમ આ ભગવતી સૂત્ર પણ સર્વ શાસ્ત્રોમાં શ્રેષ્ઠ, અભૂતપૂર્વ, અને અમૂલ્ય જ્ઞાનરૂપી ખજાનાથી ભરેલું છે. હેય, રેય અને ઉપાદેય તત્તને બતાવનારા સૂત્રમાં આસૂત્રને સર્વ પ્રથમ નંબર આવે છે.
હાથીની ચાલ જેમ મદભરી અને લલિત હોય છે, તેમ આ સૂત્રમાં પણ લલિત–મનમેહક પદે સ્થળે સ્થળે વિદ્યમાન છે. તેથી પંડિતેના મનને ખુશ કરનાર છે.
હાથી દુઃખપ્રદ અંકુશાતિવિનાનિપાતને સહન કરનાર છે, તેમ આ સૂત્ર પણ અસંખ્યાત ઉપદ્રવ થયે છતે પણ અવ્યચ છે. દ્રવ્યાસ્તિક નયે જેને કેઈ કાળે નાશ નથી,