________________
શતક-૩ : સંપાદકનું પૂરવચન]
[૧૯૭. મનુષ્ય જીવનની સાર્થકતા
આ સૂત્રમાં વિવિધ પ્રકારે છવાદિ નવ તત્ત્વોની વ્યાખ્યા વિશદ પ્રકારે આપવામાં આવી છે. તેમની જાણકારી જ ઉત્કૃષ્ટતમ સમ્યગ જ્ઞાન છે. તે વિના સંસારભરનું જ્ઞાન અને વિજ્ઞાન સંસારના નાશને નેતરનારું છે. આજના સંસારની બેહાલ અવસ્થા મિથ્યાજ્ઞાનને આભારી છે. માટે જીવનમાં સૌથી પહેલા સમ્યગૂજ્ઞાનની જરૂરત છે.
યથાર્થ તત્ત્વજ્ઞાનને મેળવવા માટે, અને મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે મનુષ્ય અવતાર સિવાય બીજો એકેય. અવતાર નથી કેમકે, જીવમાત્ર પોતપોતાના કરેલા કમરાજાની બેડીમાં ફસાયેલો છે.
અત્યન્ત પાપ કર્મોએ કરીને નરક ગતિમાં રહેલા નારક . જ પિતાનાં પાપના ફળને ભેગવવામાંથી જ ઉંચા આવતા નથી. જ્યારે દેવગતિના દેવે પોતાના પુણ્ય કર્મો ફળોને ભેગવવામાં મસ્ત બનેલા છે. તિર્યંચ ગતિના તૈય" અવિવેકી, પરાધીન, ભૂખ તરસ, ઠંડી અને ગરમી આદિના દુઃખોથી આકુળ-વ્યાકુલ બનેલા હોવાથી જ્ઞાન સંજ્ઞા તેમને માટે પણ અત્યન્ત દુર્લભ છે. જ્યારે મેક્ષના દરવાજા જે મનુષ્ય અવતાર જ જ્ઞાન સંજ્ઞા મેળવવા માટેની ગ્યતાને ધારણ કરે છે.
જે મનુષ્ય, અનાદિકાળના સહચારી રૂપે બનેલા અવિદ્યા, અહંકાર, રાગ, દ્વેષ, મેહ, માયા આદિ આત્મિક દૂષણને દૂર કરીને સત્સંગ, જ્ઞાને પાર્જન, તથા સમતા, દયા અને સંતેષ આદિ આત્મિક તને મેળવવા માટે ભાગ્યશાલી બનવાની ઈચ્છા કરે તે જ્ઞાનરૂપી સૂર્યને જોઈ શકે છે.