________________
૧૯૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ 'ज्ञायते आत्मतत्वं, हेयोपादेयादि तत्वञ्च येन तदू ज्ञानम्' - જેનાથી આત્મત્ત્વની યથાર્થતા અને ત્યાગ કરવા ગ્ય તથા સ્વીકાર કરવા ગ્ય ત જણાય તે સમ્યગજ્ઞાન છે, આવું જ્ઞાન “કેવળજ્ઞાન” જ હોઈ શકે છે, કેમકે તે જ્ઞાનમાં એક પણ કર્યાવરણ હેતું નથી. રાગાદિ દૂષણેની ઉત્પત્તિ પણ ત્યાં સમાપ્ત થાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાનના માલિક, પરમપાવન, પતિતપાવન ભગવાન મહાવીર
સ્વામી છે, તે કેવા છે? તેમનું સ્વરૂપ શું છે તે તેમના વિશેષણેથી જ જરા જોઈ લઈએ. શ્રી મહાવીરસ્વામીના વિશેષણ
(૧) શ્રમણ-માનસિક ખેદ વિના જે ઉત્કૃષ્ટ પ્રકારે સાત્વિક તપ કરે છે. પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા તથા સંપૂર્ણ જીવરાશિ પ્રત્યે સમતાભાવ ધારણ કરે છે. તે માટે શ્રમણ છે.
લેકેષણા, ભેગેષણ અને વિષણાને સંપૂર્ણ ત્યાગ કરીને આત્માની અનંત શક્તિઓના પ્રાદુર્ભાવ માટે કરાતી તપશ્વર્યા જ સાચી તપશ્વર્યા છે. “માત્માને રાત્રિ રઘુન ર તા થતી ત્તિ તા:” જેનાથી તામસિક, રાજસિક અને સ્થાદિ દોને સમૂળ નાશ થાય તે તપશ્ચર્યા છે. કર્મોની સંપૂર્ણ નિર્જરા (ક્ષય) કરાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવે તે તપશ્ચર્યા છે. આવી આત્મલક્ષીભૂત તપશ્ચર્યા કરનાર શ્રમણ છે.
(૨) મહાવીર–આત્મીય શત્રુભૂત કર્મોને તપશ્ચર્યા દ્વારા વિદારનાર છે. અગ્નિમાં તપાવેલા સુવર્ણની માફક જેઓ અત્યન્ત શુદ્ધ થયેલા છે. આવા તપ અને વીર્ય વડે જે યુક્ત